કેમિકલ ઠાલવનાર ટેન્કર માલિકને 2 લાખનો દંડ

કેમિકલ ઠાલવનાર ટેન્કર માલિકને 2 લાખનો દંડ.
કેમિકલ ઠાલવનાર ટેન્કર માલિકને 2 લાખનો દંડ.

તાજેતરમાં મોરબીના ઘુંટુ નજીક કેનાલમાં તેમજ ખુલ્લી જગ્યામાં ઝેરી કેમિકલ છોડનાર ટેન્કર ચાલકને જીપીસીબી ગાંધીનગર દ્વારા એન્વાયરમેન્ટ ડેમેજ કંપેસેસન હેઠળ બે લાખનો દંડ ફટકારી ઝેરી કેમિકલ વહન કરી જાહેરમાં છોડવાની ગુસ્તાખી કરવા બદલ કાયમી ધોરણે ટેન્કરનું રજીસ્ટ્રેશન રદ્દ કરવા મોરબી આરટીઓને આદેશ કરવામાં આવ્યો છે.

    પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભાગોળે આવેલા ઘુંટુ નજીક તાજેતરમાં ટેન્કર ચાલક દ્વારા ક્રિસાન્જ કેમિકલ ફેક્ટરીમાંથી ઝેરી કદડો ભરીને જાહેરમાં તેમજ કેનાલમાં ફેક્તા ઘુંટુના જાગૃત નાગરિકોએ અડધી રાત્રે તંત્રને દોડતું કરતા મોરબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરી દ્વારા નમૂના મેળવી લેબોરેટરીમાં મોકલવામાં આવતા ટેન્કરમાંથી છોડવામાં આવેલ કેમિકલ હાનિકારક એસિડિક પદાર્થ હોવાનું સામે આવતા ગાંધીનગર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરીના આદેશ અન્વયે મોરબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરીના અધિકારી મહેન્દ્રકુમાર સોનીએ ક્રિસાન્જ ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી વીજકનેક્શન કટ્ટ કરાવી નાખ્યું હતું.