કુતિયાણાના ફરેરમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા પ શખ્‍સો ઝડપાયાં

કુતિયાણાના ફરેરમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા પ શખ્‍સો ઝડપાયાં
કુતિયાણાના ફરેરમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા પ શખ્‍સો ઝડપાયાં

કુતિયાણા તાલુકાના ફરેર ગામે આઇપીએલના ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા પ શખ્‍સોને ૧૦૩૬૦ ની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

કેતિયાણા પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. કે.એન. ઠાકરીયાના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્‍ટે.નાં સર્વેલન્‍સ સ્‍ટાફ કુતિયાણા પોઉસટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન પો.સ્‍ટે.ના પો.હેડકોન્‍સ.પિયુષ રામજીભાઇ નાઓને ચોકકસ બાતમી હકીકત આધારે ફરેર ગામ ચોકમાં જાહેરમાં ૨૦-૨૦ ઓવરના આઇ.પી.એલ.-૨૦૨૪ ટુર્નામેન્‍ટમાં રનફેર તથા ઓવર ઉપર સેસનનો હારજીતનો જુગાર રમતા કરશન અરજણભાઇ વાઢીયા, પરાગ રામદેભાઇ વાઢીયા, અજીત ઉર્ફે રામો ગાંગાભાઇ વાઢીયા, ભાવેશ મુળુભાઇ વાઢીયા, મનસુખ ગોવિંદભાઇ વાઢીયા, રહે. તમામ ફરેર ગામ તા.કુતિયાણા વાળાને રોકડ ૧૦૩૬૦ સાથે પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

પો.ઇન્‍સ. કે.એન. ઠાકરીયા, પો.હેડકોન્‍સ.પિયુષ રામજીભાઇ, સી.જી. મોઢવાડીયા તથા પો.કોન્‍સ.વિજય ખીમાણંદભાઇ, અશ્વિન વેજાભાઇ, અક્ષયકુમાર જગતસિંહ, રામદે સવદાસભાઇ વિગેરે કુતિયાણા પો.સ્‍ટે.વાળાને ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા પ શખ્‍સોને પકડી લીધાં હતા.