કિશોરીનો સતત પીછો કરી હેરાન કરતા વિધર્મીને બે વર્ષની સખત કેદ

કિશોરીનો સતત પીછો કરી હેરાન કરતા વિધર્મીને બે વર્ષની સખત કેદ
કિશોરીનો સતત પીછો કરી હેરાન કરતા વિધર્મીને બે વર્ષની સખત કેદ

વડોદરામાં વાડી પોલીસ સ્ટેશનની હદમાં રહેતી 17 વર્ષની કિશોરીના ધો.11 માં ઓછા માર્ક્સ આવતા તેના માતા-પિતાએ તેનો અભ્યાસ બંધ કરાવ્યો હતો. તેમજ ધો.12 પરિક્ષા ડાયરેક્ટ ઘેર બેઠા આપવાનું વિચાર્યુ હતું. જૂન 2020 માં કિશોરીના પિતાને જાણ થઇ હતી કે, તેમની દીકરી અને આરોપી અલતાફહુસેન મહંમદહુસેન પઠાણ (રહે. વુડાના મકાનમાં, ચોથો માળ, ડભોઇ રોડ) ની વાતો થઇ રહી છે. જેથી પિતાએ માતાને આ અંગે પુત્રી સાથે વાત કરવા કહ્યું હતું.  પુત્રીએ માતાને કહ્યું હતું કે, આરોપીએ મને ચિઠ્ઠી અને મોબાઇલ ફોન આપવાની કોશિશ કરી હતી. પરંતુ, મેં લીધા નથી. તેમજ અલતાફે મારો હાથ પકડીને બાઇક પર બેસવાનું કહ્યું હતું. પરંતુ હું બેઠી નથી. આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આરોપી અવાર-નવાર કિશોરીનો પીછો કરી તેને ફ્રેન્ડશિપ રાખવા માટે હાથ પકડી દબાણ કરતો હતો.

 આ કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ પી.સી.પટેલની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઇ સ્પેશ્યલ જજ (પોક્સો) એમ.ડી.પાન્ડેય દ્વારા આરોપીને કસુરવાર ઠેરવી બે વર્ષની સખત કેદ તથા પાંચ હજારના દંડની સજા કરવામાં આવી છે. તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન ફંડમાંથી ભોગ બનનારને 20 હજાર ચૂકવવા ઓર્ડર કર્યો છે.