કારાના ગજડી ગામે દારૂ – બિયરના જથ્‍થા સાથે નીતિન ડાંગર પકડાયો

કારાના ગજડી ગામે દારૂ - બિયરના જથ્‍થા સાથે નીતિન ડાંગર પકડાયો
કારાના ગજડી ગામે દારૂ - બિયરના જથ્‍થા સાથે નીતિન ડાંગર પકડાયો

ટંકારા તાલુકાના ગજડી ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં ટંકારા પોલીસે રેઇડ કરી વિદેશી દારૂની ૧૮૦એમએલની અલગ અલગ બ્રાન્‍ડની ૨૫૨ નંગ નાની બોટલ તેમજ બિયરના ૨૪ નંગ ટીન સાથે વાડી-માલિક ને ઝડપી લીધો હતો.

ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ગજડી ગામની સીમમાં નીતીન વર્જાંગભાઇ ડાંગરની વાડીમાં આવેલ ઓરડીમાં દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની નાની બોટલ નંગ ૨૫૨(ચપલા) તથા બિયરના ૨૪ ટીન જેની કુલ કિ.રૂ.૨૭,૬૦૦ મળી આવતા આ સાથે આરોપી વાડી-માલિક નીતીન વર્જાંગભાઇ ડાંગર ઉવ.૩૦ રહે.ગજડી ગામ તા ટંકારાની અટક કરવામાં આવી હતી. હાલ ટંકારા પોલીસે દરોડા દરમિયાન પકડાયેલ આરોપી તથા તપાસમાં જેના નામ ખુલ્લે તે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.