કામધંધાની મંદીને કારણે રવિએ જુનાગઢ કાળવા ચોકમાં ઝેર પીધું

કામધંધાની મંદીને કારણે રવિએ જુનાગઢ કાળવા ચોકમાં ઝેર પીધું
કામધંધાની મંદીને કારણે રવિએ જુનાગઢ કાળવા ચોકમાં ઝેર પીધું

જુનાગઢમાં દાતાર રોડ પર કામદાર સોસાયટીમાં રહેતો રવિ અરૂણભાઇ પટણી (ઉ.વ.૩૩) નામનો યુવાન કાળવા ચોકમાં જાહેર શોૈચાલય પાસે ઝેરી દવા પી જતાં સારવાર માટે જુનાગઢ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નીકોલા સહિતે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

રવિ બે બહેનનો એકનો એક મોટો ભાઇ છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તે પ્‍લાસ્‍ટર કામની મજૂરી કરે છે. હાલમાં કામધંધો ચાલતો ન હોઇ કંટાળીને પગલુ ભર્યાનું જણાવાયું હતું.