કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂર

કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂર
કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂર

અફધાનિસ્તાનમાં તાલિબાન આતંક બાદ આર્થિક તંગી

અફધાનનિસ્તાનમાં 3,000માં પાણીની એક બોટલ તેમજ એક પ્લેટ ભાતની કિંમત 7500 હજાર બજારમાં લૂંટ


અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કર્યા પછી અહીં અફરાતફરીનો માહોલ છે. અફઘાનિસ્તાનના લોકોને આશા છે કે કોઈ દૃેશ તેમને આશરો આપશે અને તેથી તેઓ તાલિબાનના ડરથી કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહૃાા છે. અમેરિકા સહિત ઘણા દૃેશો પણ તેમના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત કાઢવાનો પ્રયત્ન કરી રહૃાા છે, પરંતુ એવા હજારો અફઘાનો છે, જેઓ ત્યાંથી નીકળવાની આશા રાખી રહૃાા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કારણથી જ કાબુલ એરપોર્ટ પર રોજ હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે, પરંતુ હવે અહીં પણ તેમની હાલત દૃયનીય બની રહી છે. કાબુલ એરપોર્ટ પર અત્યારે ચારેબાજુ નિરાશા અને હતાશાનું વાતાવરણ જોવા મળી રહૃાું છે. અહીં પાણી અને જમવામાં માટે હજારોની કિંમત વસૂલાય છે. પરિણામે, અફઘાનોને ભૂખ્યા મરવાનો વારો આવ્યો છે.

અફઘાનિસ્તાનમાં લોકો અહીં ભૂખ્યા-તરસ્યા ગરમીમાં તેમનો વારો આવવાની રાહ જોઈ રહૃાા છે, પરંતુ હવે લોકોની આશા તૂટતી જાય છે અને શરીરે જવાબ આપવાનું શરૂ કરી દૃીધું છે. પરિણામે, હાલ કાબુલ એરપોર્ટ પર કોણ, ક્યારે જમીન પર પડી જાય એ વિશે કશું કહી શકાય એમ નથી. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે રાહ જોતા હજારો લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થયા છે.

જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને તે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહૃાા છે. અહીં પરિણામ એ આવ્યું કે ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, એક અફઘાન નાગરિકે કહૃાું હતું કે અહીં પાણી અને જમવાની કિંમત હજારોમાં વસૂલાય છે. આમ, અફઘાનો બંને બાજુથી પરેશાન થઈ રહૃાા છે.

એક બાજુ તાલિબાનો પીડા આપી રહૃાા છે અને બીજી બાજુ મોંઘવારીનો માર.અફઘાન નાગરિક ફઝલ-ઉર રહેમાને સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલના 40 અમેરિકન ડોલર એટલે કે અંદૃાજે 3 હજાર રૂપિયામાં અને એક પ્લેટ ભાત 100 અમેરિકન ડોલર એટલે કે 7500 રૂપિયામાં વેચાઈ રહૃાાં છે.

Read About Weather here

નવાઈની વાત એ છે કે આ વસ્તુઓ માત્ર ડોલરમાં વેચવામાં આવી રહી છે, અફઘાનિસ્તાનની કરન્સીમાં નહીં. જો કોઈ પાણીની બોટલ અથવા ખાવાનું ખરીદૃે તો તેમણે અમેરિકન ડોલરમાં પેમેન્ટ કરવાનું હોય છે.ફઝલે આગળ જણાવ્યું હતું કે અહીં વસ્તુઓ એટલા મોંઘા ભાવે મળી રહી છે કે સામાન્ય વ્યક્તિ માટે એ ખરીદૃવી મુશ્કેલ છે. અન્ય એક અફઘાની નાગરિક અબ્દૃુલ રઝાકે કહૃાું હતું કે અહીં લોકોની સખત ભીડ છે અને એને કારણે મહિલાઓ અને બાળકોની સ્થિતિ દૃયાજનક છે.

અહીં લોકોની હાલત ખરાબ થતી જાય છે. લોકો અફઘાનિસ્તામાંથી નીકળવા માટે એટલા અધીરા છે કે તેઓ કચરાના ઢગલાનો કે ગટરના ગંદૃા પાણીનો પણ વિચાર નથી કરતા અને જ્યાં જગ્યા મળે ત્યાં કલાકો સુધી તેમનો વારો આવવાની રાહ જોઈ રહૃાા છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here