કલાકો સુધી એક જગ્‍યાએ બેસીને કામ કરો છો? તો તમારા સ્‍વાસ્‍થ્‍યને થઈ શકે છે નુકસાન

કલાકો સુધી એક જગ્‍યાએ બેસીને કામ કરો છો? તો તમારા સ્‍વાસ્‍થ્‍યને થઈ શકે છે નુકસાન
કલાકો સુધી એક જગ્‍યાએ બેસીને કામ કરો છો? તો તમારા સ્‍વાસ્‍થ્‍યને થઈ શકે છે નુકસાન

જો તમે તમારો મોટાભાગનો સમય ખુરશી અથવા સોફા પર બેસીને પસાર કરો છો, તો તમને જણાવી દઈએ કે આ આદત તમારા સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ જ ખરાબ છે. આનાથી માત્ર સ્‍થૂળતા જ નહીં પરંતુ બીજી ઘણી ગંભીર સમસ્‍યાઓ પણ થઈ શકે છે. આ અંગે અનેક પ્રકારના સંશોધનો થયા છે, જેમાં આ વાત સામે આવી છે. કલાકો સુધી બેસી રહેવાની આદતથી કમર અને પીઠનો દુખાવો અને બીજી સમસ્‍યાઓ પણ થઈ શકે છે. જો તમે પણ કલાકો સુધી એક જગ્‍યાએ બેસીને કામ કરો છો, તો આજે અમે તમને તેનાથી સ્‍વાસ્‍થ્‍યને થતા નુકસાન વિશે જણાવીશું.

લાંબો સમય બેસી રહેવાથી પગમાં બ્‍લડ સર્કુલેશન યોગ્‍ય રીતે થતું નથી. જેના કારણે લોહી ગંઠાઈ જવાની સમસ્‍યા થઈ શકે છે. આ રક્‍ત વાહિનીઓની દિવાલોને નુકસાન પહોંચાડી શકે છે.

જે પુરૂષો શારીરિક રીતે સક્રિય હોય છે અને દિવસમાં બે કલાક કે તેથી ઓછા સમય સુધી બેસી રહે છે તેની તુલનામાં જે ૫ કલાક અથવા તેનાથી વધુ સમય માટે બેસીને કામ કરે છે અને કસરત નથી કરતા તેવા પુરૂષોમાં હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે. એટલું જ નહીં, તે તમારૂં કોલેસ્‍ટ્રોલ પણ વધારી શકે છે અને તેનાથી ડાયાબિટીસ પણ થઈ શકે છે અને જો તમને પહેલાથી જ ડાયાબિટીસ છે તો તે વધી શકે છે. કેટલાક સંશોધનો એ પણ દર્શાવે છે કે જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે તેમને આંતરડાના કેન્‍સરનું જોખમ પણ વધી જાય છે.

રિસર્ચ અનુસાર, ટેલિવિઝન, કોમ્‍પ્‍યુટર અને ડેસ્‍ક જોબના કારણે લોકો હવે દિવસમાં સરેરાશ ૮થી ૯ કલાક સુધી ખુરશી પર બેઠા રહે છે. જે ક્‍યારેક ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. આ બંને વસ્‍તુઓ વ્‍યક્‍તિને સ્‍થૂળતાનો શિકાર બનાવે છે. આખો દિવસ બેસી રહેવાનો અર્થ ઝીરો ફિઝિકલ એક્‍ટિવિટી છે અને આ સ્‍થૂળતાનું મુખ્‍ય કારણ છે.