કર્મચારીઓને હીટ-વેવથી બચાવવા કોર્પોરેટ ક્ષેત્ર એકશનમાં

કર્મચારીઓને હીટ-વેવથી બચાવવા કોર્પોરેટ ક્ષેત્ર એકશનમાં
કર્મચારીઓને હીટ-વેવથી બચાવવા કોર્પોરેટ ક્ષેત્ર એકશનમાં

 દેશમાં હવે મોટાભાગના રાજયમાં ભીષણ ગરમી શરૂ થઈ છે અને એક-બે દિવસના માવઠા બાદ હવે તાપમાન જૂનના પ્રારંભ સુધી નવા રેકોર્ડ બનાવી તેની હવામાન વિભાગે જાહેર કરેલી ચેતવણીના પગલે એક તરફ ભારત સરકાર એલર્ટ બની છે તો બીજી તરફ દેશમાં મોટા ઔદ્યોગીક એકમો તથા વિશાળ પ્લેટફોર્મ ધરાવતી કંપનીઓમાં તેના કર્મચારીઓને આ હીટ-વેવથી સલામત રાખવાનો એકશન પ્લાન પણ તૈયાર રાખ્યો છે.

આકરી ગરમીમાં કર્મચારીઓને રાહત રહે તે માટે ફેકટરી અને અન્ય સ્થળોમાં કર્મચારીઓને ગરમી વચ્ચે કાપ કરવાનું છે ત્યાં ખાસ પ્રકારના શેલ્ટર ઉભા કરી દેવાયા છે. કર્મચારીઓને સતત પીવાનું પાણી મળી રહે તે પણ જોવાઈ રહ્યું છે. આ ઉપરાંત જયાં શકય છે ત્યાં કામકાજના કલાકોમાં થોડા ફેરફાર કરીને કર્મચારીઓ-કામદારોને ભારે ગરમીમાં આવાગમન કરવું પડે નહી તે નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

કર્મચારીઓને લંચ કે ટી ટાઈમમાં એનર્જી ડ્રિન્કસ ઓઆરએસ તથા જો સનસ્ટોક લાગે તો તાત્કાલીક દવા અને અન્ય વ્યવસ્થા અને તુર્તજ તબીબી સારવાર મળે તે પણ જોવાશે તથા ફેકટરીમાં કામદારોને ગરમીમાં પહેરવા ખાસ ટીશર્ટ કેપ પણ અપાયા છે.

આ ઉપરાંત ઈ-કોમર્સ કંપનીઓ તથા ફુડ ડીલીવરી કંપનીઓ તેના કર્મચારી જે ડીલીવરીમાં જતા હોય તેઓને તેમની સાથે ગ્લુકોઝ-ફ્રુટજયુસની બોટલો અને પુરા શરીરને છોડી શકાય તેવા કપડા-કેપ પણ આપ્યા છે.

ઝોમેટો, ફલીપકાર્ટ, સ્વીઝી દ્વારા તો ભારે ગરમીમાં ડિલીવરીમાં ખાસ વધારાનું કમીશન પણ આપવાની ઓફર કરી છે. આ ઉપરાંત તેમના માટે રેસ્ટ પોઈન્ટ વધારાયા છે જેથી તેમાં ઝડપથી ડિલીવરી સ્થળે પહોંચી શકે.

બીગ બાસ્કેટે ચોકકસ કલાકોમાં ડીલીવરી ટાળવાનું શેડયુલ બનાવ્યું છે અને જો તાકીદની હોય તો ડિલીવરી ટીમને ખાસ વધારાની રકમ અપાશે. આ ઉપરાંત ઝોમેટોએ મોટા શહેરોમાં હોસ્પીટલો સાથે કરાર કરી તેના ડિલીવરીમેનને સારવારની જરૂર પડે તો તુર્તજ ઉપલબ્ધ થાય તે માટે ખાસ કોલ લાઈન ખોલી છે.

આ ઉપરાંત ઓએનજીપી, એલએન્ડટી કોલ કંપનીઓ તથા અન્ય રીયલ એસ્ટેટ કંપનીમાં સાઈટ પર કામ કરતા તેના કર્મચારીઓને માટે ખાસ શેલ્ટર ખોલ્યા છે. જયાં થોડા થોડા સમય તેઓ આરામ કરી શકશે. કામકાજના સ્થળે જરૂર પડે તબીબી સહાય મળી રહે તે પણ જોવાશે.