કયુએસ રેન્કીંગમાં ભારતનો દબદબો: અનેક આઈઆઈએમ ટોપ 50માં સામેલ

કયુએસ રેન્કીંગમાં ભારતનો દબદબો: અનેક આઈઆઈએમ ટોપ 50માં સામેલ
કયુએસ રેન્કીંગમાં ભારતનો દબદબો: અનેક આઈઆઈએમ ટોપ 50માં સામેલ

શિક્ષણના ક્ષેત્રમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની ઝલક કયુએસ (કયુકવેરેલી સિમોન્ડસ) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કીંગ (સબ્જેકટસ)માં જોવા મળી. લિસ્ટમાં ભારતની અનેક શિક્ષણ સંસ્થાઓએ પોતાના રેન્કીંગમાં સુધારો કર્યો છે. આઈઆઈએમ અમદાવાદ, બેંગ્લુરુ, કલકતા હવે ગ્લોબલ લેવલ પર ટોપ 50માં સામેલ થઈ ગયા છે.

બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝમાં આઈઆઈએમ અમદાવાદ 22માં નંબરે આવી ગયું છે. આઈઆઈએમ બેંગ્લુરુ 32માં અને કલકતા 50માં સ્થાને છે, જયારે ડેવલપમેન્ટ સ્ટડીઝમાં જેએનયુને ભારતમાં બેસ્ટ રેન્કીંગ હાંસલ થયો છે.

કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઈન્ફર્મેશન સિસ્ટમમાં વેલ્લાર ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીને 136મો રેન્ક મળ્યો. કયુએસની સીઈઓ જેસીકા ટર્નરે કહ્યું હતું- ભારતની સામે સૌથી મોટો પડકાર ગુણવતાયુક્ત શિક્ષણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તેને ગંભીરતાથી લેવામાં આવ્યું છે. કયુએસ વર્લ્ડની ટોપ યુનિવર્સિટીના પ્રદર્શન (પર્ફોર્મન્સ) પર તુલનાત્મક ડેટાના આધારે રેન્કીંગ તૈયાર કરે છે.

આઈઆઈટી પણ કમ નથી: રેન્કીંગમાં આઈઆઈટી બોમ્બેએ એન્જીનીયરીંગ-મિનરલ એન્ડ માઈનીંગ સબ્જેકટમાં 25મું સ્થાન હાંસલ કર્યુ છે. આ સંસ્થાનને ડેટા સાયન્સ એન્ડ આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સમાં 30મો નંબર મળ્યો છે.

આઈઆઈટી મદ્રાસને એન્જીનીયરીંગ મીકેનીકલ એરોનોટીકલ એન્ડ મેન્યુફેકચરીંગ સબ્જેકટમાં 44મું સ્થાન મળ્યું છે. આ પ્રકારના અનેક એન્જીનીયરીંગ સંસ્થાન અલગ-અલગ વિષયોમાં ટોપ 100માં છે.