ઓનલાઇન આધાર એટીએમની મદદથી ગ્રાહક ઘેર બેઠા રોકડ મેળવી શકશે

ઓનલાઇન આધાર એટીએમની મદદથી ગ્રાહક ઘેર બેઠા રોકડ મેળવી શકશે
ઓનલાઇન આધાર એટીએમની મદદથી ગ્રાહક ઘેર બેઠા રોકડ મેળવી શકશે

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે ઓનલાઇન આધાર એટીએમની (એઇપીએસ) સુવિધા શરૂ કરી છે. જેની મદદથી ગ્રાહક ઘર બેઠા જ રોકડ મેળવી શકશે. તેને બેન્ક કે નજીકના એટીએમ બુથ પર જવાની જરૂર નથી.

આ સેવામાં સ્થાનિક ટપાલી ઘેર આવીને રોકડ પહોંચાડી દેશે. આ પેમેન્ટ પુરી રીતે આધાર સિસ્ટમ આધારિત છે. તેના માધ્યમથી કોઇપણ વ્યકિત પોતાના બાયોમેટ્રિકનો ઉપયોગ કરીને લેવડ-દેવડ કરી શકે છે. તેના માટે બેન્ક ખાતાનું આધાર સાથે જોડાણ જરૂરી છે. આ સુવિધાથી રોકડના ઉપાડ ઉપરાંત બેલેન્સની જાણકારી અને ખાતાનું વિવરણ કાઢી શકાય છે.

ઘર પર રોકડ મંગાવવા પર ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ વસુલવામાં નથી આવતો, જો કે ડોરસ્ટેપ સેવા માટે બેન્ક સેવા ચાર્જ વસુલી શકે છે. આ સિસ્ટમથી દર એઇપીએસથી વધુમાં વધુ 10 હજાર રુપિયાની લેવડ-દેવડ થઇ શકશે.