એપલના મોબાઇલ ફોન તમે જ રીપેર કરી શકશો

એપલના મોબાઇલ ફોન તમે જ રીપેર કરી શકશો
એપલના મોબાઇલ ફોન તમે જ રીપેર કરી શકશો

વિશ્વની ટોચની મોબાઇલ કંપની એપલ દ્વારા હવે તેના ફોનમાં અનેક ક્ષતિઓ મોબાઇલ ધારક પોતે અથવા તો સર્વિસ સેન્ટરમાં ગયા વગર થર્ડ પાર્ટી પણ રીપેર કરી શકશે તે નિશ્ચિત કર્યું છે.

કંપની દ્વારા એક ખાસ મેન્ટેન્સ પ્રક્રિયા તૈયાર કરવામાં આવી છે જેના મારફત ફોનની પ્રાઇવર્સી અને સલામતી બંને જળવાઇ રહે તે રીતે ખુદ મોબાઇલ ધારક પોતાનો ફોન રીપેર કરી શકશે ઉપરાંત તેના સ્પેર પાર્ટસ પણ ઝડપથી અને સરળતાથી બદલાઇ તે રીતે ઉપબ્ધ બનાવાશે.

એપલે તેના બ્લોગમાં જણાવ્યું છે કે, કંપનીએ ફોનના અસલી પાર્ટસ પણ સરળતાથી ઉપલબ્ધ બને તે જોયું છે. ઉપયોગકર્તા ડીસ્પ્લે અથવા કેમેરા જેવા ભાગ બદલી શકશે અને એક વખત તે ઇન્સ્ટોલ થયા બાદ કંપની તેનું વેરીફીકેશન પણ કરી શકશે. જેનાથી યોગ્ય પાર્ટસનો ઉપયોગ થયો છે તે પણ નિશ્ર્ચિત થશે. ગ્રાહક પોતે કંપની પાસેથી ઓરીજનલ પાર્ટસ મેળવી શકશે.