એન.ડી.પી.એસ. એકટના ગુનામાં આરોપીના જામીન મંજુર

એન.ડી.પી.એસ. એકટના ગુનામાં આરોપીના જામીન મંજુર
એન.ડી.પી.એસ. એકટના ગુનામાં આરોપીના જામીન મંજુર

એનડીપીએસના ગુનામાં આરોપી પ્રવીણ ઉર્ફે દિનેશ ભેરારામ ખીલોરીનો મોરબી ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટ (એનડીપીએસ સ્‍પે.કોર્ટ) દ્વારા જામીન પર છુટકારો થયો છે.

મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જેમાં આરોપી ગાંજા અને હિરોઈન ૧૪૯.૬૦ ગ્રામ કીમત રૂ ૭,૪૮,૦૦૦ નો જથ્‍થો વેચાણ કરવાના ઈરાદે રાજસ્‍થાનથી લાવી પોતાની કબ્‍જાવાળી જગ્‍યામાં રાખેલ હોય અને રેડ દરમિયાન આરોપીને નશીલા પદાર્થ અને મોબાઈલ સાથે ઝડપી પોલીસે ઝડપી લઈને અટક કરી હતી અને મોરબીની ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટ (એનડીપીએસ સ્‍પે.કોર્ટ) માં રિમાન્‍ડ સાથે રજુ કરતા આરોપીને રિમાન્‍ડ મંજુર કરી બાદમાં જ્‍યુડીશીયલ કસ્‍ટડીમાં જેલ હવાલે કરાયો હતો.

આથી આરોપીએ મોરબીના ધારાશાષાી દિલીપભાઈ અગેચણીયા મારફત જામીન મેળવવા મોરબીના ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ (દેવધરા સાહેબ) ની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેમાં બંને પક્ષે કાયદાકીય દલીલો રજુ કરી હતી અને આરોપી તરફે દિલીપભાઈ અગેચણીયાએ ધારદાર દલીલો રજુ કરી હતી જેને ધ્‍યાને લઈને કોર્ટે આરોપીને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં આરોપી તરફે જીલ્લાના સીનીયર ધારાશાષાી દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, જે ડી સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ ઝીન્‍ઝુંવાડિયા રોકાયેલ હતા.