એક્‍શન મારુ મનગમતું ઝોનર છેઃ ટાઇગર

એક્‍શન મારુ મનગમતું ઝોનર છેઃ ટાઇગર
એક્‍શન મારુ મનગમતું ઝોનર છેઃ ટાઇગર

ટાઇગર શ્રોફની ફિલ્‍મ ગણપત છેલ્લે આવી હતી જે દર્શકોને ચાહકોને ખુશ કરી શકી નહોતી. હવે તેની અક્ષય કુમાર સાથેની બડે મિયા છોટે મિયા આવી છે. આ ફિલ્‍મમાં અક્ષય અને ટાઇગર બંનેએ જબરદસત એક્‍શન કરી છે. ચાહકોને ફરી એક વખત ટાઇગરની એક્‍શન જોવાની મજા આવી છે. ટાઇગર કહે છે એક્‍શન ફિલ્‍મો એ મારુ મનગમતું ઝોનર છે. મને આ ઝોનરમાં કામ કરવું ગમે છે. મને શરૂઆતમાં એમ હતું કે એક એક્‍શન ફિલ્‍મ કરો પછી તમને એવી જ ફિલ્‍મો મળે છે. મારે તમામ પ્રકારના રોલ કરવા છે. કદાચ લોકોને મારા ગંભીર રોલવાળી ફિલ્‍મો ન પણ ગમે.