ઉપલેટાના ચિખલીયા ગામે ઇમરાનભાઇ સહિત ત્રણ ઉપર તલવાર-પાઇપથી હુમલો

ઉપલેટાના ચિખલીયા ગામે ઇમરાનભાઇ સહિત ત્રણ ઉપર તલવાર-પાઇપથી હુમલો
ઉપલેટાના ચિખલીયા ગામે ઇમરાનભાઇ સહિત ત્રણ ઉપર તલવાર-પાઇપથી હુમલો

ઉપલેટાના ચિખલીયા ગામે બાઇક અથડાવવા મુદ્દે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી યુવાન સહિત ત્રણ ઉપર મહિલા સહિત ચાર શખ્‍સોએ તલવાર-પાઇપથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટા પાટણવાવ રોડ ઉપર સ્‍ટાર રેસીડન્‍સીમાં રહેતા ઇમરાનભાઇ હનીફભાઇ મડમ (ઉ.વ.૩ર) ચીખલીયા ગામે અલ્‍તાફભાઇ નોરજાની દુકાને બેઠા હતા ત્‍યારે રીયાઝ રજાકભાઇ દલ, ફારૂક, રજાક, હેરાનભાઇ દલ તથા હશીલાબેન રજાકભાઇ દલ રહે. તમામ ચીખલીયાએ તલવાર-પાઇપથી હુમલો કરતા ઇમરાનભાઇ, સાહેદ યુનુસભાઇ દ્વારા ફુલશનબેનને ઇજા થઇ હતી. આરોપી રિયાઝને અગાઉ સાહેદ અલ્‍તાફભાઇ સાથે બાઇક અથડાવવા બાબતે ઝઘડો થયેલ હોય તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્‍ત ઇમરાનભાઇએ ઉકત ચારેય સામે ફરીયાદ કરતા ઉપલેટા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તેમજ ધોરાજીમાં ભૂખી ચોકડી આંબેડકરનગરમાં રહેતા ગીતાબેન ગૌતમભાઇ ચૌધરીને પડોશમાં રહેતા મિતલબેન તથા તેના પતિ મહેન્‍દ્રભાઇ વિઝુંડાએ પતાવી દેવાની ધમકી આપ્‍યાની ધોરાજી પોલીસમાં ફરીયાદ થઇ છે.

ગીતાબેન આઠ મહિના પૂર્વે મિતલબેનને એક લાખ રૂપિયા હાથ ઉછીના આપ્‍યા હતા અને તે રૂપિયા પરત આપતા ન હોય વકીલ મારફત લીગલ નોટીસ મોકલતા મિતલબેન અને તેના પતિએ ગીતાબેનને રૂીપયાની માંગણી કરી કે કોઇ વકીલ દ્વારા નોટીસ આપી તો પતાવી દઇશ અને ખોટા કેસમાં ફસાવી દઇશ તેવી ધમકી આપી હતી.

ગીતાબેનની ફરીયાદ ઉપરથી ધોરાજી પોલીસે દંપતિ સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.