ઈન્ટરનેશનલ એરપોર્ટ આવવા-જવા વધુ એક નોન એસી બસ રૂટ શરૂ: ભાડુ માત્ર રૂ।0

ઈન્ટરનેશનલ એરપોર્ટ આવવા-જવા વધુ એક નોન એસી બસ રૂટ શરૂ: ભાડુ માત્ર રૂ।0
ઈન્ટરનેશનલ એરપોર્ટ આવવા-જવા વધુ એક નોન એસી બસ રૂટ શરૂ: ભાડુ માત્ર રૂ।0

ઉનાળુ વેકેશનમાં હીરાસર ઈન્ટરનેશનલ આવવા-જવા માટે મુસાફરોના ઘસારાને ધ્યાને લઈ એસ.ટી.વિભાગે પ્રવાસી મુસાફરો અને એરપોર્ટના સ્ટાફ માટે વધુ એક નોન એ.સી.મીની બસ સેવાનો આજે વિધિવત પ્રારંભ કર્યો છે.જેના પગલે પ્રવાસીઓ સ્ટાફમાં રાહત સાથે આનંદ છવાયો છે. 

ગત 10મી ઓગષ્ટ-2023ના રોજ હિરાસર ઈન્ટરનેશનલ કાર્યરત થતા જ રાજકોટ એસ.ટી.વિભાગે એસ.ટી.બસપોર્ટથી ઈન્ટરનેશનલ એરપોર્ટને જોડતી ઈલે.એ.સી.મીની બસ (દર કલાકે) શરૂ કર્યા બાદ આજે તા.10મી એપ્રિલથી વધુ એક નોન એ.સી.મીની બસ રૂટ શરૂ કર્યો છે જેની દરરોજ ચાર ટ્રીપ રહેશે.હાલમાં મુસાફરો માટે દોડતી એ.સી. ઈલે.બસમાં ટિકિટ ભાડુ પ્રતિ મુસાફર રૂ।00 છે. જયારે આજથી શરૂ થયેલ નોન એસી બસમાં માત્ર રૂ।0 ટિકિટ દર રાખવામાં આવેલ છે.અત્યાર સુધી એરપોર્ટનાં સ્ટાફ માટે એસ.ટી.બસની ખાસ કોઈ વ્યવસ્થા નહી હોવાથી સ્ટાફને પ્રાઈવેટ વાહન મારફત એરપોર્ટ ડયુટી પર જવું પડતું હતું.

એસ.ટી. વિભાગે સ્ટાફની મુશ્કેલીઓેને ધ્યાને લઈ નોન એસી મીનીબસ રૂટ શરૂ કરતા સ્ટાફ અને પ્રવાસીઓમાં રાહત સાથે આનંદ છવાયો છે. આ મીની બસ સવારથી રાત સુધીમાં 4 ટ્રીપ રહેશે આજે પ્રથમ દિવસે આ બસમાં સ્ટાફ અને પ્રવાસીઓએ લાભ લેતા તમામ ટ્રીપો ફુલ દોડી હતી. 

♦ નોન એસી બસની ચાર ટ્રીપ દોડશે 

બસ પોર્ટથી એરપોર્ટ પ્રસ્થાન-આગમન

એરપોર્ટ બસપોર્ટ 06:00 થી 6:40

બસપોર્ટ એરપોર્ટ 06:45 થી 07:25

એરપોર્ટ બસપોર્ટ 10:45 થી 11:25

બસપોર્ટ એરપોર્ટ 15:30 થી 16:10 

એરપોર્ટ બસપોર્ટ 16:30 થી 17:10

બસપોર્ટ એરપોર્ટ 20:00 થી 20:40

એરપોર્ટ બસપોર્ટ 20:45 થી 21:25