ઇકો ગાડી પલ્‍ટી ખાતા ૪ ઈજાગ્રસ્‍ત એક નું મોત

ઇકો ગાડી પલ્‍ટી ખાતા ૪ ઈજાગ્રસ્‍ત એક નું મોત
ઇકો ગાડી પલ્‍ટી ખાતા ૪ ઈજાગ્રસ્‍ત એક નું મોત

ધ્રાંગધ્રા તાલુકામાં મહિલાઓ માટે રોજગારીની તકો ઘણી ઓછી છે ત્‍યારે સ્‍પીનિંગ યુનિટો ઓમેક્‍સ અને ઉમિયા માં ધ્રાંગધ્રા પંથકની ઘણી દીકરીઓ, મહિલાઓ સીફટ વાઇસ નોકરી કરી પોતાના પરિવારને મદદરૂપ બનતી હોય છે. ધ્રાંગધ્રાનાં સીતાપુર સ્‍થિત ઓમેક્‍સ સ્‍પીનીંગમાં ધ્રાંગધ્રાનાં આજુબાજુના ગામડાઓમાંથી ૫ દીકરીઓ સવિતાબેન સાવલિયા, દયાબેન વાઘેલા, નિકીતાબેન સંઘાણી,યોગિતાબેન પટેલ અને સમીરાબેન મુલતાની બપોરના ૨ થી રાતના દશ સુધી ની શિફટમાં સીતાપુર ગામના બાબુભાઇ રબારીની ઇકો ગાડીમાં ઘર થી ફેક્‍ટરી અને ફેક્‍ટરીથી ઘર સુધીનું રોજિંદુ અપડાઉન કરે છે ત્‍યારે  ફેક્‍ટરીથી રાતના દશ વાગ્‍યે નીકળેલ બાબુભાઇ રબારીની ઇકો હામપર વાળા વળાંક પાસે ધડાકા ભેર અથડાઈને બાજુની ઝાડીઓમાં પલ્‍ટી ખાઈ ઝાડ સાથે અથડાઈ હતી. ગાડીમાં સવાર ૫ મહિલા કામદારોમાં થી ૪ ને શરીર નાં અલગ અલગ ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી પણ દુઃખદ ઘટનામાં દયાબેન વાઘેલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેણીનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નીપજ્‍યું હતું.સરિતાબેન સાવલિયા પોતે સુરેન્‍દ્રનગર સીયુ હોસ્‍પિટલમાં અને સમીરાબેન મુલતાની અમદાવાદ સારવાર હેઠળ હતા જેમાં સરિતા બેન સ્‍વસ્‍થ બનતા તેમના દ્રારા બાબુભાઇ રબારી ઉપર ગફ્‌લેત ભેર ઇકો ગાડી ચલાવી અકસ્‍માત પહોંચાડી ઈજાઓ પહોંચાડવા અને પોતાની સહેલી દયાબેન નાં મોતના જવાબદાર ગણાવતી ફરિયાદ નોંધાવી હતી