આ સરકારી યોજનામાં તમારા પૈસા થશે ‘ડબલ’, તમે પણ કરી શકો છો રોકાણ, જાણો રીત

આ સરકારી યોજનામાં તમારા પૈસા થશે ‘ડબલ’, તમે પણ કરી શકો છો રોકાણ, જાણો રીત
આ સરકારી યોજનામાં તમારા પૈસા થશે ‘ડબલ’, તમે પણ કરી શકો છો રોકાણ, જાણો રીત

જો તમે પણ સરકારની નાની બચત યોજનામાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આવું એટલા માટે કારણ કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ સ્કીમમાં તમારા પૈસા ક્યારે ડબલ થઈ જશે.

જો તમે પણ રોકાણથી ડબલ નફો મેળવવા માગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. વાસ્તવમાં જો તમે તમારા ફાઈનાન્સિયલ ફ્યુચરને સુરક્ષિત કરવા માગો છો, તો ફક્ત પૈસા બચાવવા જ મહત્વપૂર્ણ નથી પરંતુ તેને વધારવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

નાની બચત યોજના તમને આ કામમાં મદદ કરી શકે છે. સરકાર રોકાણ કરીને આવી ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાં તમે તમારા પૈસા સુરક્ષિત રીતે વધારી શકો છો. આજે અમે તમને એવી 3 સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે તાજેતરમાં રોકાણકારોના રોકાણની રકમ ડબલ કરી દીધી છે.

કિસાન વિકાસ પત્ર

હાલમાં વાર્ષિક 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમમાં નાણાંનું રોકાણ કરીને તમે થોડાં વર્ષોમાં તેને બમણું કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં રોકાણની લઘુત્તમ મર્યાદા 1000 રૂપિયા છે.  તમે વધારે રોકાણ ગમે તેટલું કરી શકો છો. આ એક સામટી રોકાણ યોજના છે. એટલે કે તમે માત્ર એક જ વાર તેમાં પૈસા નાખીને તેને છોડી શકો છો. તમારે વારંવાર હપ્તામાં પૈસા જમા કરાવવાની જરૂર નથી. કમ્પાઉન્ડિંગની મદદથી તમારા દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ પણ વધતી રહેશે.