આવકવેરા ખાતુ 1 એપ્રિલ-2020 પૂર્વે દાખલ થયેલી અપીલને પ્રાથમિકતા આપશે

આવકવેરા ખાતુ 1 એપ્રિલ-2020 પૂર્વે દાખલ થયેલી અપીલને પ્રાથમિકતા આપશે
આવકવેરા ખાતુ 1 એપ્રિલ-2020 પૂર્વે દાખલ થયેલી અપીલને પ્રાથમિકતા આપશે

આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ 2024-25માં ટીડીએસ અને અપીલની પ્રક્રિયા અંગે એક કેલેન્ડર જાહેર કર્યું છે અને તે મુજબ પેન્ડીંગ કેસોનો નિકાલ લાવવામાં આવશે અને ખાસ કરીને ટીડીએસમાં જે લોકોએ નિયમ કરતાં ઓછી રકમનો ટેક્સ કપાવ્યો છે તેના પર પણ ધ્યાન કેન્દ્રીત કરાશે.

આ ઉપરાંત રીફંડ, મંજુરી અને તે કરધારકના બેંક ખાતામાં જમા થાય તે અંગેની પણ ડેડલાઇન નિશ્ચિત કરી છે અને જે કર વસુલાતના મીલ્કતો પણ સીઝ કરવામાં આવી છે તેમાં કેસના નિકાલ સાથે તા.30 જુન-2024 સુધીમાં આ મીલ્કતો છુટી કરવાનો પણ ટાઇમ ટેબલ નિશ્ચિત કર્યું છે.

આવકવેરા પ્રથમ તબકકામાં તા.1 એપ્રિલ-2020 કે તે પૂર્વે ફાઇલ થયેલા અપીલને પણ પ્રાથમિકતા આપશે અને 30 જુન સુધીમાં 150 અપીલનો નિકાલ કરશે. જ્યારે બાકીની પેન્ડીંગ અપીલ માટે પણ આ પ્રકારે ટાઇટ ટેબલ ઘડી કાઢશે.

આ ઉપરાંત પેન્ડીંગ રીફંડ અંગે કરદાતા તેના એસએસમેન્ટ ઓફિસરને ઇમેઇલ મારફત જાણ કરી શકશે જેના કારણે રીફંડ પ્રક્રિયા ઝડપી બનશે.