ગોંડલના પ્રેમીનો ફાંસો ખાઇ આપઘાત

ગોંડલના પ્રેમી પંખીડાએ ફાંસો ખાઇ આપઘાત
ગોંડલના પ્રેમી પંખીડાએ ફાંસો ખાઇ આપઘાત

ગોંડલના દેરડીકુંભાજી ગામની સીમમાં વાડીમાં પ્રેમી પંખીડાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે બંન્નેની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ દેરડીકુંભાજી ગામે દરેડીની પાટખીલોરી ગામની સીમમાં ચંદુભાઇ રવજીભાઇ ગોલની વાડીમાં આજે સવારે ઝાડ સાથે યુવક અને યુવતીની લટકતી લાશ જોવા મળતા વાડી માલીકે પોલીસને જાણ કરતા સુલ્‍તાનપુરના પી.એસ.આઇ. આરે.જે. જાડેજા તથા પોલીસ જમાદાર હિતેષભાઇ સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. બંન્ને મૃતકની લાશને પી.એમ. માટે ગોંડલ ખસેડવા તજવીજ હાથધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક અને યુવતી આદિવાસી છે. તેના વતનમાંથી ભાગ્‍યા બાદ એક થઇ ન શકતા બંન્નેએ આપઘાત કરી લીધાનું ખુલ્‍યું છે. સુલ્‍તાનપુર પોલીસે મૃતક પ્રેમી પંખીડાની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે.