આતંકવાદનું અર્થતંત્ર અને યુદ્ધનો વ્યવસાય જેવા વિષયને સમાજમાં ઉજાગર કરતી ફિલ્મ ‘સેક્ટર બાલાકોટ’

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાતના ફિલ્મમેકરે લોકડાઉનમાં બેરોજગાર બનેલા 150 લોકોને રોજગારી આપી, ફિલ્મ ડીસેમ્બરમાં રીલીઝ થશે

બોલીવુડ દ્વારા આતંકવાદ પર અનેક ફિલ્મ બનાવવામાં આવી છે . દરેક ભારતીયને આતંકવાદની વાત કરીયે એટલે સૌ પ્રથમ પાકિસ્તાન અને ભારતની વર્ષો જૂની દુશ્મની યાદ આવે છે .

Visit Saurashtra Kranti Homepage here

ફેબ્રુઆરી 2019 માં ભારત દ્વારા બાલાકોટ ખાતે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી જેમાં આશરે 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા. બોલીવુડમાં આતંકવાદ પર બનતી ફિલ્મ હંમેશા મારધાડ ,

અસંખ્ય ગોળીબાર સાથે લોહીલુહાણ પર બની સૌ એ જોઈ હશે. કારગિલ , બોર્ડર , હોલી ડે અને ઉંરી જેવી હિટ ફિલ્મમાં આતંકવાદના અનેક સ્વરૂપ બતાવ્યા છે . પરંતુ આ આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓ પર બોલીવુડ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો નથી .

હિતેશ ખ્રિસ્તીની સેકટર બાલાકોટ આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓને પ્રકાશિત કરતી હટકે ફિલ્મ ડિસેમ્બર 2021 માં રિલીઝ થવા જઈ રહી છે . જેમાં વિપુલ ગુપ્તા , અસ્મિત પટેલ , જિનલ પંડ્યા અને પુનિત ઇસાર લીડ ભૂમિકામાં છે.

આ ફિલ્મમાં આતંકવાદ કઇ રીતે , કયા કારણોસર અને કોના દ્વારા ફેલાવવામાં આવે છે તે જાણવા મળશે . 60 દેશમાં પરીભ્રમણ કરેલા હિતેશ ખ્રિસ્તીનો બિઝનેસ મલેશિયા , પપુઆ ન્યૂગીની તેમજ ભારતમાં હાલમાં કાર્યરત છે .

સીઈઓ ઇન્શાઈટ્સ મેગઝીન દ્વારા તાજેતરમાં જ તેમને મલેશિયા ખાતે ભારતના ટોપ 10 બિઝનેસ લીડર્સમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા . હિતેશ ખ્રિસ્તીએ તેમના અનુભવોને સાથે રાખી , સમાજ સેવા અને દેશભક્તિ પ્રત્યે તેમની ફરજને ઉજાગર કરવા

માટે બાલાકોટ ફિલ્મ બનાવી સમાજના લોકોને અને યુવાઓને મેસેજ આપવાનું બીડું ઝડપ્યું. હિતેશ ખ્રિસ્તીએ સેક્ટર બાલાકોટ ફિલ્મ બનાવી

કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં બેરોજ્ગાર બનેલા 150 લોકોને રોજગાર આપી તેમને આત્મનિર્ભર બનાવવાનું બિડુ ઝડપી સોશિયલ વર્ક પ્રત્યે એક અનેરુ યોગદાન આપ્યું છે.

હિતેશ ખ્રિસ્તીએ તેમની પહેલી ફિલ્મ બનાવવા વિશે જણાવ્યું હતું કે, આ ફિલ્મ બનાવવા પાછળ અનેક કારણો છે . રીઈન્સ્યોરન્સ , ઈન્સ્યોરન્સ તેમજ હ્યુમન રિસોર્સના બિઝનેસ સહીત મને ક્રિયેટિવિટી અને ફિલ્મ મેકિંગમાં ઘણો રસ હતો તેથી મેં ક્યુ કેફે મુવીઝ પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી

અને દેશભક્તિના વિષય પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું . મારો મુખ્ય ઉદેશ્ય લોકોને આ ફિલ્મ દ્વારા એક સારો અને સકારાત્મક મેસેજ પહોંચાડવાનો છે . આ ઉપરાંત બોલિવુડની મોટાભાગની ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્ર , ગોવા જેવા અનેક રાજ્યોમાં થાય છે

પરંતુ આ ફિલ્મનું 80 ટકા શુટિંગ ગુજરાતમાં જ થયુ છે માટે ગુજરાતના સુંદર લોકેશન આ ફિલ્મમાં જોવા મળશે . વધુમાં હિતેશે ઉમેર્યું હતું કે , માનવ ઇતિહાસમાં અત્યાર સુધી 100 કરોડ લોકો યુધ્ધમાં જાન ગુમાવી ચુક્યા છે જે અત્યાર સુધી કોરોના જેવી અને ભૂતકાળમાં આવેલી મહામારીમા પણ મર્યા નથી .

અને છેલ્લા 3500 વર્ષમાં ફક્ત 250 વર્ષ એવા હતા જ્યાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું ન હતું . યુદ્ધ અને આતંકવાદ એક ધંધો બની ગયું છે જે વિશ્વમાં હિંસા ફેલાવે છે . આ હિંસાથી મનુષ્ય કઈ રીતે બચે તેનો એક મેસેજ લોકોને આ ફિલ્મ દ્વારા આપવા ઈચ્છું છું.

Read About Weather here

આ ફિલ્મનું શૂટિંગ વડોદરાના લક્ષ્મી સ્ટુડિયો , પાવાગઢ તેમજ તેની આસપાસના જંગલ , દેવગઢ બારીયા , ડાંગનું જંગલ તેમજ ડેલહાઉસી અને મુંબઈ ખાતે કરાયું હતું. 1 કલાક 50 મિનિટની આ ફિલ્મ ડિસેમ્બરમાં રૂપેરી પડદા પર રિલીઝ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here