આજે મુખ્યમંત્રી અમિંરદર સિંહ અને નવજોત સિદ્ધુ લાંબા ગાળા બાદ મળશે (5)

    PUNJAB-CM-MEETING
    PUNJAB-CM-MEETING

    Subscribe Saurashtra Kranti here.

    મુખ્યમંત્રી અમિંરદર સિંહ અને તેમના પૂર્વ કેબિનેટ સહયોગી નવજોત સિંહ સિદ્ધુ

    પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદર સિંહે બુધવારે પૂર્વ રાજ્યમંત્રી નવજોત સિંહ સિદ્ધુને લંચ માટે આમંત્રણ આપ્યું છે. બંને નેતાઓ ચંદીગઢ નજીક અમિંરદર સિંહના ફાર્મ હાઉસમાં મળશે. કહેવામાં આવી રહૃાું છે કે સિદ્ધુને ફરી એકવાર મંત્રીમંડળમાં શામેલ કરી શકાય છે. કોંગ્રેસના મહાસચિવ અને પંજાબના પ્રભારી હરીશ રાવતે ગયા અઠવાડિયે બંને નેતાઓને મળ્યા હતા અને સકારાત્મક પરિણામો ની આશા વ્યક્ત કરી હતી.

    મુખ્ય પ્રધાન અમિંરદર સિંહ અને તેમના પૂર્વ કેબિનેટ સહયોગી નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લા ૪ મહિનામાં બપોરના ભોજન પર આ બીજી બેઠક હશે. આ અગાઉ બંને નેતાઓની ૨૫ મી નવેમ્બરના રોજ બપોરના ભોજન પર બેઠક થઈ હતી. લાંબા સમયથી બંને નેતાઓ વચ્ચે થોડી કડવાશ છે. મે ૨૦૧૯ માં, મુખ્યમંત્રીએ સિદ્ધુ પર સ્થાનિક સરકારી વિભાગનો યોગ્ય રીતે સંચાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો, એવો દાવો કર્યો હતો કે તેમના કારણે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં ખરાબ પ્રદર્શન કરું છે.

    Read About Weather here

    આ આક્ષેપ બાદ બંને નેતાઓના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. કેબિનેટ ફેરબદલ દરમિયાન, સિદ્ધુ પાસેથી મહત્વપૂર્ણ વિભાગ લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ કોંગ્રેસની તમામ પ્રવૃત્તિઓથી દૃૂર થયા હતા. નવજોત સિંહ સિદ્ધુ ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. આ પછી પાર્ટીમાં સિદ્ધુની સક્રિય ભૂમિકા વિશે ચર્ચા થઈ હતી.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here