આજના રાશિફળ પર એક નજર                            

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

વૃષભ:

આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ રહેશે. ભવિષ્યને લગતી યોજનાઓ સફળ રહેશે. તમારી છેલ્લી થોડી ખામીઓથી બોધપાઠ લઇને તમે તમારી દિનચર્યામાં વધારે સુધાર લાવવામાં સક્ષમ રહેશો. યુવા વર્ગ પણ ગંભીરતાથી જીવનના મૂલ્યોને સમજશે.

મિથુન:

ઘરમાં પરિજનો સાથે સમય પસાર કરીને તમે પોતાને ફ્રેશ અનુભવ કરશો. આ સમયે પ્રોપર્ટીને લગતું કોઇ અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. દરેક પરિસ્થિતિમાં તમે તાલમેલ જાળવી રાખશો.

Visit Saurashtra Kranti Homepage here

કર્ક:

કોઇ સમાજ સેવી સંસ્થા સાથે જોડાવવું તથા સહયોગ કરવો તમને આત્મિક સુખ પ્રદાન કરશે. તમારી જીવનશૈલીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. તમારી યોગ્યતા દ્વારા કોઇ વિશેષ કાર્યને સંપન્ન કરવામાં પણ તમે સક્ષમ રહેશો.

સિંહ:

સંતોષજનક સમય ચાલી રહ્યો છે. દિનચર્યામાં થોડું પરિવર્તન લાવવા માટે તમારા રસના કાર્યોમાં થોડો સમય પસાર કરો. તેનાથી તમને માનસિક સુકૂન મળી શકશે. કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.

કન્યા:

અનુભવી લોકોના સાનિધ્યમાં તમને થોડું પોઝિટિવ અનુભવ થઇ શકે છે. સ્ત્રીવર્ગ માટે સમય ખાસ અનુકૂળ રહી શકે છે. તેઓ પોતાના ઘર તથા કરિયર બંનેમાં સારું તાલમેલ જાળવી રાખવામાં સક્ષમ રહેશે.

તુલા:

ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યપ્રણાલીના વખાણ થશે. કોઇ વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. પારિવારિક જવાબદારીઓને પણ તમે યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો.

વૃશ્ચિક:

ઘરમાં કોઇ નજીકના સંબંધી આવવાથી ચહેલ-પહેલનું વાતાવરણ રહેશે. ભેટનું આદાન-પ્રદાન બધાને સુખ આપશે. યુવાઓ તેમની નોકરીને લગતા કોઇ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તેવા યોગ બની રહ્યા છે.

ધન:

સમય અનુકૂળ છે. માત્ર તમારી યોજનાઓને યોગ્ય રીતે શરૂ કરવાની જરૂરિયાત છે. જો કોઇ જમીનને લગતી કે પારિવારિક સમસ્યા ચાલી રહી છે તો આજે તેનું યોગ્ય સમાધાન મળી શકે છે. એટલે કોશિશ કરતા રહો.

મકર:

આજે કોઇ અટવાયેલું કામ પૂર્ણ થવાથી રાહત મળી શકે છે. ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિઓને તમારા પક્ષમાં રાખશે. ઘરના કોઇ સભ્યના લગ્નને લગતી વાત થઇ શકે છે.

કુંભ:

કોઇ રાજનૈતિક કે પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક રહેશે. જેનાથી તમારી પણ લોકપ્રિયતા વધશે. લોકોની ચિંતા ન કરીને તમે તમારા મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન આપો, ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે.

Read About Weather here

મીન:

થોડો સમય પોતાની સાથે પણ પસાર કરો. આત્મ અવલોકન કરવાથી તમને ખૂબ જ વધારે માનસિક સુકૂન અને શાંતિ મળશે. તમારી કાર્ય કુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ તમે પ્રાપ્ત કરશો. ચોક્કસ જ તમને કોઇ વિશેષ લાભ પ્રાપ્ત થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here