આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.કૉન્સ્ટેબલે મૂંછ કાઢવાનો કર્યો ઈનકાર; કહ્યું- સર રાજપૂત છું નોકરી પર રાખો કે ન રાખો મૂંછ તો નહીં કાઢું

ઉત્તરપ્રદેશમાં પણ એક કોસ્ટેબલે આવી મૂંછ રાખી હતી, તો તેનું સન્માન કરાયું હતું

Visit Saurashtra Kranti Homepage here

2.આગળ જતાં ડમ્પર ચાલકે અચાનક લેન બદલી બ્રેક મારી તો અમારી ગાડી તેમાં ઘુસી ગઈ અને ભાઈ-ભાભી-પત્ની-ભત્રીજો-ભત્રીજા વહુનું મોત થયું’

માતરના દર્શનાર્થી પરિવારની કાર અને ડમ્પર વચ્ચે ધોળકા પાસે અકસ્માતમાં 5ના મોત, એક પરિવારના 14 પૈકી 9નો આબાદ બચાવ

3.સેવક પર ફરિયાદ ખેંચવા દબાણ કરાતું હોવાની ચર્ચા, 50 સંતોના ફોન સ્વિચ ઓફ; સંતોને મંદિર બહાર જવા પાબંદી

સેવક દ્વારા કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરાતું હોવાની ચર્ચા

4.પાલનપુરમાં ગેમ રમતી યુવતીને બિહારના યુવક સાથે પ્રેમ થયો તો પિતરાઇના ઘરમાંથી 70 હજારના દાગીના લઈ ભાગી ગઈ

માતા- પિતાનું નિધન થતાં યુવતીને પિતરાઇ ભાઇએ ઉછેરી લગ્ન પણ કરાવ્યા હતા

5.આયશા મલિક બનશે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ, જાણો કોણ છે આયશા મલિક

વર્ષ 2012માં આયશા મલિક લાહોર હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા, આયશા મલિક પાકિસ્તાનમાં મહિલાના અધિકારો માટે હંમેશા લડતા હોય

6.સંતરામપુરની હાઇસ્કૂલના આચાર્યે વિદ્યાર્થીને મારમારી સોળ પાડી દીધા, આચાર્યે દારૂનો નશો કર્યો હોવાનો વિદ્યાર્થીની માતાનો આક્ષેપ

સંતરામપુરની એસપી હાઈસ્કૂલના આચાર્ય ભાન ભુલીને વિદ્યાર્થીને જાનવરની ફટકારવાની વર્ષમાં ચોથી ઘટના બની છે.

7.પોલીસ કમિશનરે કહ્યુ – રાત્રે 10 પહેલાં મહેમાનો ઘરે પહોંચે તે રીતે વિધિ-જમણવાર પૂરાં કરવાં પડશે, સરપ્રાઇઝ ચેકિંગ થશે

લગ્નોમાં પણ કર્ફ્યૂનો કડક અમલ કરાવવા પોલીસ કમિશનરે સૂચના આપી

લગ્ન લીધાં​​​​​​​ હોય તે ઘરે જઈ પોલીસ ગાઇડલાઇનનું પાલન કરવા સમજાવશે

8.ચીન પૈસા મોકલવાના મામલે તપાસ શરૂ, ડોક્યુમેન્ટ મેળવવાના બાકી હોવાથી આરોપીની ધરપકડ ન થઈ

વિદેશી નાગરિકે ભારતમાં કંપની શરૂ કરવા RBIની મંજૂરી લેવી પડતી હોવાથી ચાઇનીઝ કંપનીઓ ડમી કંપની બનાવે છે

9.ઝેરી કેમિકલ કાંડમાં વડોદરાની સંગમ એન્વાયરો કંપનીના વધુ 2 ભાગીદારની ધરપકડ

GIDC પાસેની ખાડીમાં ઝેરી કેમિકલનું નિકાલ કરાતાં 6 કામદારોનાં મોત થયા હતા, મુંબઈની કંપની સાથે ટેલિફોનિક સંપર્કમાં કોણ હતું, ઓર્ડર કોણે આપ્યો સહિતના મુદ્દે તપાસ કરાશે

Read About Weather here

10.યુનિવર્સિટીએ એક્સટર્નલ પરીક્ષા ફી રૂ. 300 વધારી

સિન્ડિકેટની બેઠકમાં મંજૂરી અપાઈ, હવે બીજા​​​​​​​-ત્રીજા વર્ષની પરીક્ષા ફી પણ વધારાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here