આગામી વર્ષે જ ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

આગામી વર્ષે જ ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે
આગામી વર્ષે જ ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા અર્થતંત્ર તરીકે ભારત નંબર વન છે ત્યારે દેશનો હવે જીડીપી રેન્કીંગ પણ જે 2018માં 153 હતો તે સુધરીને 144 થયો છે અને ભારતે હવે રીપબ્લીક ઓફ કોંગો, ઘાના, કેન્યા, કમ્બોડીયા અને લાઓસ પીપલ્સ ડેમોક્રેટીક રીપબ્લીકને પાછળ રાખી દીધા છે અને 2029 સુધીમાં તે કેરેબીયન દેશો પપુઆ ન્યુ ગુએના અને અંગોલા ઉપરાંત ઉઝબેકીસ્તાનને પણ પાછળ રાખી દેશે.

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે એપ્રિલ 2024 વર્ષમાં કરેલા એક પ્રોજેકશન મુજબ ભારત 2025માં જ જાપાનને પાછળ રાખીને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બની જશે અને 2027માં તે જર્મનીને પણ પાછળ છોડી ત્રીજા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બનશે. આ ઉપરાંત ચીનની જીડીપી પણ વધવાની ધારણા છે.

2023માં ચીનની જીડીપી અમેરિકાની જીડીપી કરતા 65 ટકા હતી તે 2029માં 71 ટકા થઈ જશે અને ભારતની જે ઘરેલુ વિકાસદર વધી રહ્યો છે તેના કારણે તેના પ્રતિ નાગરિક આવક પણ વિશ્વમાં 144માંથી 136માં સ્થાને આવી જશે.

છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2018 થી 2023માં ભારતની પર કેપીટા ઈન્કમ (પ્રતિ વ્યક્તિ આવક) 153માંથી 144 થઈ છે અને આફ્રિકન સહિતના દેશોને પાછળ રાખ્યા છે. જો કે ચીનના નાગરિકોની આવકની સરખામણીમાં ભારતે હજુ ઘણુ કરવાનું છે. દેશનો પ્રતિ કેપીટા જીડીપી 2023માં ચીનના 20 ટકા હતો જે 2029માં 24 ટકા થઈ જશે.ભારત જેવો વિશાળ દેશ કે જયાં વસ્તી હવે વિશ્વમાં સૌથી વધુ છે તેની પ્રતિ વ્યક્તિ આવક કરતા તેની જીડીપી મહત્વની બની જાય છે.