આગામી વનડે વર્લ્ડ કપ જીતવા માંગુ છું: રોહિત

આગામી વનડે વર્લ્ડ કપ જીતવા માંગુ છું: રોહિત
આગામી વનડે વર્લ્ડ કપ જીતવા માંગુ છું: રોહિત

 ભારતીય સુકાની રોહિત શર્માએ કહ્યું કે તે હજુ થોડા વર્ષ રમવા માંગે છે અને 2027નો ODI વર્લ્ડ કપ જીતવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે. રોહિતની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ અજેય રહી અને 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી પરંતુ અહીં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો.

36 વર્ષીય રોહિત 2007નો T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો એક ભાગ હતો પરંતુ તે ODI વર્લ્ડ કપને તેનાથી ઉપર રાખે છે. તેણે યુટ્યુબ પર ’બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ શોમાં કહ્યું, મેં મારી નિવૃત્તિની  જાહેરાત વિશે હજુ સુધી વિચાર્યું નથી. પણ મને ખબર નથી કે જીવન મને ક્યાં લઈ જશે. હું અત્યારે સારું રમી રહ્યો છું અને હજુ થોડા વર્ષ રમવા માંગુ છું. હું વર્લ્ડ કપ જીતવા માંગુ છું.

વર્લ્ડ કપ ફાઇનલમાં હાર ને છ મહિના વીતી ગયા પણ એ હાર હજુ પણ રોહિતને સતાવે છે. તેણે કહ્યું કે, ભારતમાં વર્લ્ડ કપ યોજાઈ રહ્યો હતો. અમે ફાઈનલ સુધી સારું રમ્યા. સેમી ફાઈનલ જીત્યા બાદ એવું લાગ્યું કે આપણે માત્ર એક ડગલું દૂર છીએ.મેં વિચાર્યું કે એવી કઈ વસ્તુ છે જેના કારણે આપણે ફાઈનલ હારી શકીએ અને મારા મગજમાં કંઈ જ ન આવ્યું.

તેમણે કહ્યું, અમારા અભિયાનમાં ખરાબ દિવસ આવવાનો હતો અને તે દિવસ હતો. અમે સારું ક્રિકેટ રમ્યું, આત્મવિશ્વાસ હતો પરંતુ ઓસ્ટ્રેલિયા માટે તે સારો દિવસ હતો. અમે ફાઇનલમાં ખરાબ ક્રિકેટ નથી રમ્યા. IPLની આખી સિઝન રમનાર રોહિતે કહ્યું કે લીગમાં હવે કોઈ ટીમ નબળી નથી. તેણે કહ્યું, છેલ્લા એક દાયકામાં IPLએટલો વિકસ્યો છે કે દરેક ટીમ ખૂબ જ સ્પર્ધાત્મક છે. તે ઇંગ્લિશ પ્રીમિયર લીગ જેવું છે જેમાં કોઈપણ ટીમ બીજા કોઈને પણ હરાવે છે.