આઈસીઆઈસીઆઈ ની મોબાઈલ એપમાં મોટી ખામી

આઈસીઆઈસીઆઈ ની મોબાઈલ એપમાં મોટી ખામી
આઈસીઆઈસીઆઈ ની મોબાઈલ એપમાં મોટી ખામી

આઈસીઆઈસીઆઈ બેંકના મોબાઈલ એપમાં ગંભીર સુરક્ષા ખામીઓનો ખુલાસો ગ્રાહકોએ સોશ્યલ મિડિયા પર કરતાં આઈસીઆઈસીઆઈ બેન્કે પોતાના ગ્રાહકોને આશ્વાસન આપ્યું હતું કે જો ગ્રાહકોને નુકશાન થયુ હશે તો બેન્ક ભરપાઈ કરશે.

આ ખામીઓની ગંભીરતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે એક કેસમાં ગ્રાહકે ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ દરમ્યાન ત્રણ અંકનો સીવીવી નંબર ખોટો ભરી દીધો હતો તેમ છતાં તેની લેવડ-દેવડ પુરી થઈ હતી.

આ ઉપરાંત ગ્રાહકોને પોતાની મોબાઈલ એપ પર બીજા ગ્રાહકોનાં ક્રેડીટ કાર્ડનુ પણ વિવરણ જોવા મળેલુ. આ ઘટના બાદ બેન્કે સ્પષ્ટતા જાહેર કરવી પડી હતી. બેન્કે જણાવ્યું હતું કે જો કોઈ ગ્રાહકનાં ક્રેડીટ કાર્ડથી દુરૂપયોગનો મામલો બહાર આવે છે તો બેન્ક ભરપાઈ કરશે.

આઈસીઆઈસીઆઈ બેંકનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોના હિતોની રક્ષા કરવી અમારી પહેલી પ્રાથમિકતા છે.છેલ્લા કેટલાંક દિવસોમાં ઈસ્યુ કરવામાં આવેલ લગભગ 17 હજાર નવા ક્રેડીટ કાર્ડ અમારી ડીઝીટલ વ્યવસ્થામાં ખોટી રીતે અન્ય યુઝર્સનાં વિવરણ સાથે જોડાઈ ગયા હતા અમે તેને તત્કાલ બ્લોક કરી દીધી છે.

ગરબડનો શિકાર બનેલા લોકોને નવા કાર્ડ ઈસ્યુ થશે:
આઈસીઆઈસીઆઈ બેન્કનાં પ્રવકતાએ આઈ-મોબાઈલ એપમાં ટેકનીકલ ગરબડ થવાના બારામાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત કાર્ડ પોર્ટફોલીયોનાં 0.1 ટકા સામેલ છે. ટુંક સમયમાં જ આ અસરગ્રસ્ત ગ્રાહકોને નવા કાર્ડ ઈસ્યુ કરાશે. જોકે કાર્ડનાં દુરૂપયોગની હજુ સુધી અમને કોઈ સૂચના નથી મળી. જો કોઈ ગ્રાહકને નાણાકીય નુકશાન થયુ હશે તો બેન્ક તેની ઊચીત ભરપાઈ કરી દેશે.

સોશ્યલ મીડીયા પર મુદો ગરમાયો:
સોસ્યલ મીડીયા મંચ રેડીટ અને એકસ પર ગ્રાહકોએ એપમાં આવેલી ટેકનીકલ ખામીનો મુદો ઉઠાવ્યો હતો.ગ્રાહકોએ જણાવ્યું હતું કે એપ પર બીજા ગ્રાહકનાં ક્રેડીટ કાર્ડનો નંબર એકસપાયરી ડેટ અને સીવીવી નંબર જેવી સંવેદનશીલ જાણકારી જોવા મળતી હતી.

ગ્રાહકોએ તેના સ્ક્રીન શોટ પણ શેર કર્યા હતા. એક ગ્રાહકે જણાવ્યું હતુ કે કોઈપણ વ્યકિતની જાણકારીનો દુરૂપયોગ કરી ઈન્ટરનેશનલ લેવડ દેવડ કરવી સરળ બને.
અન્ય એક યુઝરે લખ્યુ આઈ-મોબાઈલ એપ પર સુરક્ષા ગરબડીનાં કારણે મારી કોઈ અન્યનાં એમેઝોન-પે ક્રેડીટ કાર્ડ સુધી પહોંચ થઈ ગઈ છે. જોકે ઓટીપી વિના ઘરેલુ લેવડ-દેવડ સંભવ નથી. પણ આઈ મોબાઈલ એપથી વિવરણનો ઉપયોગ કરી આંતર રાષ્ટ્રીય લેવડ-દેવડ કરી શકું છું.