આઈફોનમાં સ્પાયવેરની ભારત સહિત 91 દેશમાં એપલની ચેતવણી

આઈફોનમાં સ્પાયવેરની ભારત સહિત 91 દેશમાં એપલની ચેતવણી
આઈફોનમાં સ્પાયવેરની ભારત સહિત 91 દેશમાં એપલની ચેતવણી

વિશ્વમાં સૌથી સલામત ગણાતા એપલ સ્માર્ટફોનમાં પણ જાસૂસી સોફટવેર મારફત ખતરો સર્જાઈ શકે છે અને હાલમાં જ એપલે ભારત સહિત 91 દેશના એપલ સ્માર્ટફોન ઉપયોગકર્તાઓને એક સંભવિત મેર્સેનરી સ્પાયવેરના એટેકની ચેતવણી આપી છે જે ફોનમાં ઘુસીને તેના ઉપયોગકર્તાના ડેટા વગેરે પણ ચોરી શકે છે.

પેગાસસ જેવો જ આ સોફટવેર જો કે ભાગ્યે જ જોવા મળે છે પરંતુ તે અત્યંત આધુનિક અને ખૂબજ ગુપ્તતાથી મોબાઈલ ફોનમાં ઘુસી શકે છે અને તે સાઈબર ક્રાઈમ એકટીવીટી પણ કરે તેવી ચેતવણી આપવામાં આવી છે.

એપલે તેના તમામ યુઝર્સને ઈમેલ દ્વારા આ જાણ કરી છે. કોઈપણ જાતના ફીઝીકલ એસેટસ વગર આ સ્પાયવેર એપલ આઈડીને તોડીને પણ ઘુસી શકે છે અને આ ચેતવણીને ગંભીરતાથી લેવા એપલે તેના ઉપયોગકર્તાઓને જણાવ્યું છે અને એપલે તેની સીસ્ટમમાં સપોર્ટ પેઈઝમાં આ પ્રકારના સોફટવેર સામે કઈ રીતે સાવધ રહેવુ તેની ટીપ્સ પણ આપી છે.

એપલ અવારનવાર તેના ઉપયોગકર્તાઓને સંભવિત સાઈબર એટેક કે સ્પાયવેર સામે ચેતવણી આપે છે અને હાલમાં જ આ અંગે કેટલાક પત્રકારો અને રાજકીય પક્ષોના નેતાઓને આ પ્રકારની ચેતવણી મળી હતી જેને સરકારી સપોર્ટવાળા હેકર્સ દ્વારા જાસૂસી થઈ હોવાનું જણાવાયું હતું.