આઈપીએલ 2024માં લખનૌની ચોથી જીત

આઈપીએલ 2024માં લખનૌની ચોથી જીત
આઈપીએલ 2024માં લખનૌની ચોથી જીત

આઈપીએલ 2024 ટુર્નામેન્ટનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે લખનઉના એક્ના સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈયેલી મેચમાં લખનઉની ટીમે શાનદાર પ્રદર્શન કરીને મેચ 8 વિકેટથી જીતી લીધી. મેચમાં ચેન્નાઈની બોલિંગની સાથે બેટિંગ પણ નબળી જોવા મળી અને લખનઉનું ઓવરઓલ પરફોર્મન્સ શાનદાર જોવા મળ્યું. 

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ચોથી જીત હાંસલ કરી છે. ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે હરાવ્યું હતું. વર્તમાન સિઝનમાં લખનૌની સતત બે હાર બાદ આ પ્રથમ જીત છે, જ્યારે ચેન્નાઈ સતત બે મેચ જીત્યા બાદ હાર્યું છે.

લખનૌમાં યજમાન ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. લખનૌએ 177 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. નિકોલસ પૂરન 23 અને માર્કસ સ્ટોઇનિસ 8 રન બનાવીને અણનમ રહ્યા હતા.

કેપ્ટન કેએલ રાહુલે 53 બોલમાં 82 રનની અડધી સદી ફટકારી હતી જ્યારે ક્વિન્ટન ડી કોકે 54 રનનું યોગદાન આપ્યું હતું. બંને વચ્ચે 134 રનની સદીની ભાગીદારી થઈ હતી. CSK તરફથી મુસ્તફિઝુર રહેમાન અને મતિશ પથિરાનાને એક-એક વિકેટ મળી હતી.

CSK માટે રવિન્દ્ર જાડેજાએ 40 બોલમાં 57 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. જ્યારે અજિંક્ય રહાણેએ 36 રનનું યોગદાન આપ્યું હતું. પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 9 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 28 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાને 2 વિકેટ મળી હતી. મોહસીન ખાન, યશ ઠાકુર અને માર્કસ સ્ટોઈનિસને એક-એક વિકેટ મળી હતી.

CSK ની બોલિંગ નિષ્ફળ
ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરો મેચ પર પોતાની પકડ જાળવી શક્યા ન હતા. ચેન્નાઈ તરફથી માત્ર મુસ્તફિઝુર રહેમાન અને મથિશા પાથિરાના 1-1 વિકેટ લઈ શક્યા હતા. પીચ મુજબ, CSK  પાસે બચાવ માટે ઓછો સ્કોર હતો, તેથી બોલરોએ નિયમિત અંતરે વિકેટ લેવાની જરૂર હતી. પરંતુ રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે અને દીપક ચહર પણ વિકેટ લેવામાં નિષ્ફળ સાબિત થયા હતા.

ધોનીએ ફટકારી આઈપીએલ 2024ની સૌથી લાંબી સિકસ:
42 વર્ષીય ધોનીએ 20મી ઓવરમાં યશ ઠાકુરની બોલિંગમાં આઈપીએલ ની સૌથી લાંબી 102 મીટર સીકસ ફટકારી હતી. ધોનીએ 9 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 28 રન કર્યા હતા. 

કેએલ રાહુલ 82 રન બનાવીને જાડેજાના હાથે ડાઇવિંગ કેચ આઉટ થયો હતો
લખનૌને 18મી ઓવરના પહેલા બોલ પર બીજો ઝટકો લાગ્યો હતો. અહીં કેપ્ટન કેએલ રાહુલ 53 બોલમાં 82 રન બનાવીને આઉટ થયો હતો. મેથીશ પરિથાનના બોલ પર જાડેજાએ શાનદાર કેચ પકડ્યો હતો.