આઈપીએલ ફ્રેન્ચાઈઝી માલિકોની 16 મી એપ્રિલે યોજાનારી બેઠક રદ

આઈપીએલ ફ્રેન્ચાઈઝી માલિકોની 16 મી એપ્રિલે યોજાનારી બેઠક રદ
આઈપીએલ ફ્રેન્ચાઈઝી માલિકોની 16 મી એપ્રિલે યોજાનારી બેઠક રદ

આઇપીએલ ફેન્ચાઇઝી માલિકોની 16મીએ યોજાનારી બેઠક રદ્દ થઇ છે. જો કે કોઈપણ નવી તારીખની જાહેરાત કરવામાં આવી નથી. આ મીટિંગ મળી હોત તો તેમાં આગામી સીઝન માટે ઓક્સનને લઇ ઘણા મોટા નિર્ણયો લેવાના હતા.

બીસીસીઆઇ- આઇપીએલ અધિકારીઓ અને ફ્રેચાઇઝ પ્રમોટરો વચ્ચેની આ બેઠક અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના આઇપીએલ મુકાબલા દરમિયાન મળવાની હતી. પરંતુ આ મેચને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.

જ્યારે બીસીસીઆઈએ ઇડનમાં કલકતા નાઇટ રાઇડર્સ- રાજસ્થાન રોયલ્સની મેચને 16 એપ્રિલે રમાડવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે કલકતામાં રામ નવમી તહેવાર અને શહેરમાં સુરક્ષાને લઇ બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

એક અહેવાલ મુજબ બેઠકમાં આગામી વર્ષને લઇ મેગા-હરાજી અંગે ચર્ચા થવાની હતી. આ માટે મીટિંગ માટે આઈપીએલ ફ્રેન્ચાઇઝના તમામ દસ માલિકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે માલિકો સાથે સીઈઓ અને ઓપરેશનલ ટીમ પણ આવી શકે છે. આ સમય દરમિયાન ખેલાડીઓની રીટેન્શન અને પર્સ વધારવા વિશે ચર્ચાઓની અપેક્ષા રાખવામાં આવી હતી.