આઇપીએલ માટે રમવું અને દેશ માટે રમવામાં ફરક છે

આઇપીએલ માટે રમવું અને દેશ માટે રમવામાં ફરક છે
આઇપીએલ માટે રમવું અને દેશ માટે રમવામાં ફરક છે

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત થનારા T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની એલાન થઈ ચૂક્યુ છે. મંગળવારે 30 એપ્રિલના રોજ મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે 15 પ્લેયરની ટીમનું એલાન કરી દીધુ છે. ટીમ સિલેક્શન પહેલા ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી. પસંદગી સમિતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને તક આપી છે.

દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, T20 વર્લ્ડ કપ પહેલા બોલર તરીકે હાર્દિક પંડ્યાના ફોર્મને લઈને વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે ભારતીય ટીમ માટે રમતી વખતે એક અલગ ખેલાડી હશે. પંડ્યાને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના વાઈસ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે. જોકે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે તેનું ફોર્મ ખૂબ જ ખરાબ રહ્યું છે.

ગાવસ્કરે કહ્યું કે, IPL માટે રમવું અને દેશ માટે રમવામાં ફરક છે. દેશ માટે રમતી વખતે દરેક ખેલાડી અલગ હોય છે અને હાર્દિક પણ અલગ હશે. તેને IPLમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અને તેણે તેને સારી રીતે સંભાળી છે. ભારત માટે બહાર રમતી વખતેતે સંપૂર્ણપણે અલગ જ ફોર્મમાં હશે. તે પોઝિટીવિટી સાથે મેદાનમાં ઉકરશે અને બેટ અને બોલ બંનેથી યોગદાન આપશે.

IPL 2024માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન

હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરી રહેલા હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સારું નથી રહ્યું. 10 મેચ રમ્યા બાદ તેણે અત્યાર સુધી માત્ર 197 રન બનાવ્યા છે. જ્યારે 23 ઓવર બોલિંગ કરીને તેણે માત્ર 6 વિકેટ ઝડપી છે.

ટી20 વર્લ્ડકપ 2024ની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ.

રિઝર્વ: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન.