અલી ઝફર પર જાતીય શોષણનો આરોપ લગાવનાર પાક સિંગરને ત્રણ વર્ષની જેલ (20)

    AAM-ADAMI-PARTY
    AAM-ADAMI-PARTY

    Subscribe Saurashtra Kranti here.

    અલી ઝફરે આરોપને નકાર્યા

    પાકિસ્તાની સિંગર મીશા શફી માનહાની કેસમાં ખુબજ મોટી મુશ્કેલીમાં ફસાઇ ગઇ છે. તેમને સિંગર અલી ઝફર વિરૂદ્ધ માનહાની કેસમાં ત્રણ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. થોડા વર્ષ પહેલા તેણે અલી ઝફર (singer-ali-zafar) પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મીશાએ ટ્વીટ કરીને કહૃાુ હતુ કે ઇન્ડસ્ટ્રીમાં રહેલા તેના સહકર્મી અલી ઝફરે તેની સાથે વારંવાર અનૈતીક કામ કર્યુ. મીશાએ આ સાથે તેની સાથે થયેલા બીજા દૃુષકર્મનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    મીશા શફીએ ટ્વીટમાં અલી ઝફરના નામ પછી લખ્યુ હતુ કે આ દૃુર્ઘટના એ સમયે નહોતી થઇ જ્યારે હુ નાની હતી કે ફિલ્મોમાં આવી હતી, એક સશક્ત, મજબૂત મહિલા હોવા છતા જો મારી સાથે આવુ થયુ હોય તો વિચારો સામાન્ય નબળી મહિલાઓની કેવી હાલત હશે, હું બે બાળકોની માતા છુ તો પણ મારી આવી હાલત છે.

    પાકિસ્તાની સિંગર મીશા શફીએ લગાવેલા આરોપ ને અલીએ નકાર્યા હતા. તેણે મીશા વિરૂદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો. હવે આ કેસની સુનાવણી આવી ગઇ છે. મીશાને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. મીશા સિવાય આ કેસમાં ૮ બીજા લોકો વિરૂદ્ધ પણ માનહાની કેસમાં સજા કરવામાં આવી છે.

    મીશાએ આ મામલે કહૃાુ છે કે આવા મામલે કોઇ પણ કોર્ટમાં કોઇ મહિલાને ક્યારેય ન્યાય મળ્યો છે તો મને મળે? હાલ તો મીશાના વકીલ આ નિર્ણય સામે લડી લેવાની તૈયારી કરી રહૃાા છે.

    મીશાએ જ્યારે અલી પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા ત્યારે અલી ઝાફરે આરોપને નકાર્યા હતા. અલીએ કહૃાુ કે મીશાના તમામ આરોપને હુ નકારી રહૃાો છુ. હુ આ મામલાને કોર્ટમાં લઇ જવાનો છુ અને સચ્ચાઇ સામે લાવવાનો છુ. (MeToo)થી કેટલાક લોકોએ ફાયદો ઉઠાવ્યો છે. મારે એક છોકરી છે પત્ની છે મારો પરિવાર છે હુ આવુ કરી જ ન શકુ. મારી બદનામી થઇ છે.

    Read About Weather here

    અલી ઝફર બોલિવુડ ફિલ્મ મેરે બ્રધર કી દૃુલ્હનમાં નજર આવ્યો હતો. આ સિવાય અલી તેરે બીન લાદેન, લવ કા ધ એન્ડ, લંડન, પેરિસ, ન્યૂયોર્ક, ચશ્મેબદ્દુર, ટોટલ સિયપ્પા, કિલ દિલ, ડિયર જીંદગી જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here