અમારી જગ્યામાં છાપરું કેમ બાંધ્યું કહી, યુવાન ઉપર દંપતીનો હુમલો

અમારી જગ્યામાં છાપરું કેમ બાંધ્યું કહી, યુવાન ઉપર દંપતીનો હુમલો
અમારી જગ્યામાં છાપરું કેમ બાંધ્યું કહી, યુવાન ઉપર દંપતીનો હુમલો

ગાંધીનગર શહેર નજીક ડભોડા ગામમાં હુડકો આવાસ યોજનામાં અશોક દિનેશભાઈ દંતાણી તેમના પરિવાર સાથે રહે છે ત્યારે ગઈકાલે સાંજના સમયે તેઓ તેમના ઘરે હાજર હતા તે વખતે તેમની નજીકમાં રહેતા રાજુભાઈ બાબુભાઈ દંતાણી અને તેમના પત્ની સોનલબેન તેમના ઘરે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, આ જગ્યા અમારી છે તે કેમ છાપરું અહીં બાંધ્યું છે તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેના પગલે અશોકભાઈએ ગાળો બોલવાનીના પાડતા આ બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને અશોકભાઈ સાથે મારામારી કરવા લાગ્યા હતા.