અમરેલી જિલ્લામાં છ ચાલકો સહિત ૧૫ નસેડીઓ ઝડપાયા

અમરેલી જિલ્લામાં છ ચાલકો સહિત ૧૫ નસેડીઓ ઝડપાયા
અમરેલી જિલ્લામાં છ ચાલકો સહિત ૧૫ નસેડીઓ ઝડપાયા

અમરેલીજિલ્લામાં લોકસભા યોજાનાર ચૂંટણીમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવળતિઓને રોક લાગવવા પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લામાં જુદા જુદા ૧પ સ્‍થળોઓએ છ વાહન ચાલકો સહિત ૧૫ નસેડીઓને ઝડપી પાડયા હતાં.  જેમાં ધારી, જાફરાબાદ મરીન, લીલીયા, અમરેલી, બાબરા, ચલાલા, નાગેશ્રી, ડુંગર, જાફરાબાદ, અમરેલી રૂરલ પોલીસ દ્વારા નશો કરેલી હાલતમાં ૧૫ લોકોને ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જયારે અમરેલી જિલ્લામાં જુદા-જુદા ૯ સ્‍થળોએ પોલીસે દેશી દારૂના દરોડાઓ પાડી ત્રણ મહિલા સહિત નવ શખ્‍સને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં જેમા ંવડીયાના નાગેશ્રી, ખાંભા, મરીન પીપાવાવ, અમરેલી, સાવરકુંડલા, જાફરાબાદ મરીન, ધારી અને રાજુલા પોલીસે કાર્યવાહી હાથધરી હતી