અમદાવાદ-મુંબઇ બાદ અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેનને દોડશે

બ્રેકિંગ ન્યુઝ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી...!
બ્રેકિંગ ન્યુઝ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી...!

અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરમાં સ્ટેશન બનાવાશે: બુલેટ ટ્રેનની લાઇન ગુજરાતના ચાર જિલ્લામાંથી પસાર થઇને નિકળશે

અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન માટે 886 કિમીની રેલ્વે લાઈન ચાર વર્ષમાં નાખી દેવામાં આવશે તેવું જણાવાવમાં આવી રહ્યું છે. 350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર બુલેટ ટ્રેનનાં કુલ 15 સ્ટેશનો હશે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ગુજરાતમાં 3 સ્ટેશનો હશે, તો સૌથી વધારે સ્ટેશન રાજસ્થાનમાં રહેશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બાદ કેન્દ્ર સરકારે અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેનને લીલીઝંડી આપી દીધી છે.

ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરમાં બુલેટ ટ્રેનનાં સ્ટેશન હશે. અને હાલમાં બુલેટ ટ્રેન માટે સર્વેની કામગીરી ચાલી રહી છે, જેમાં હેલિકોપ્ટર અને ડ્રોનનો સહારો લેવામાં આવી રહ્યો છે.

અમદાવાદથી દિલ્હી વચ્ચેની બુલેટ ટ્રેનમાં 15 સ્ટેશન હશે. જેમાં ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર હિંમતનગર સ્ટેશન હશે. જયારે સૌથી વધારે સ્ટેશન રાજસ્થાનમાં હશે. રાજસ્થાનમાંથી બુલેટ ટ્રેનનો 74 ટકા હિસ્સો પસાર થશે.

રાજસ્થાનમાં બહરોઈ, જયુપુર, અજમેર, વિજયનગર, ભિલવાડા, ચિત્ત્મોડગઢ, ઉદેપુર, ડુંગરપુરમાં સ્ટેશન બનશે. જયારે હરિયાણામાં માનેસર અને રેવારીમાં તો દિલ્હીમાં દ્વારકા સેકટર 21માં સ્ટેશન બનશે.

અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદ, ગાંધનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થનાર છે. આ ચાર જિલ્લાઓમાં જમીન સંપાદન માટે કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓને સર્વેની કામગીરી સોંપી છે.

અને અરવલ્લીના ભિલોડા સહિતના વિસ્તારોમાં હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા સર્વેની કામગીરીહાથ ધરવામાં આવી રહી છે. અને ચાર જિલ્લાના 70 ગામોમાંથી બુલેટ ટ્રેનની લાઈન નીકળશે.

Read About Weather here

બુલેટ ટ્રેન માટે આ ચારેય જિલ્લાઓમાં 132.68 કિમીની રેલવે લાઈન નખાશે. જેમાંથી સાબરકાંઠાના 31 ગામો અને અરવલ્લીના 19 ગામોમાંથી બુલેટ ટ્રેનની લાઈન પસાર થશે. અને રાજયમાં સૌથી વધુ 56.78 કિમીની લાઈન સાબરકાંઠામાં નાખવામાં આવશે.(9.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here