અફઘાનિસ્તાનમાં સ્પેશિયલ ફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, ૯ લોકોનાં મોત (14)

    રવિવારે રાજકોટ
    રવિવારે રાજકોટ

    Subscribe Saurashtra Kranti here.

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર એક બસ પર હુમલો

    અફઘાનિસ્તાનના બેહસુદ જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં મેદાન વરદાક પ્રાંતમાં અફઘાન સ્પેશિયલ ફોર્સિસનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ૯ લોકોનાં મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર ક્રેશ લેન્ડિંગ કર્યુ હતું. સ્થાનિક મીડિયા વેબસાઇટએ સૂત્રોના હવાલેથી આ વિશે માહિતી આપી છે. દેશના સંરક્ષણ મંત્રાલયે એક ન્યૂઝલેટરમાં પુષ્ટિ આપી છે કે ૧૭ માર્ચની રાત્રે બેહસુદ જિલ્લાના મેદાન વરદાક પ્રાંતમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેના કારણે ૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ક્રૂના ચાર સભ્યો અને પાંચ મૃતકોમાં સુરક્ષા દળો છે.

    આ સિવાય અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર એક બસ પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ૧૧ થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. સરકારી કર્મચારીઓ બસમાં સવાર હતા, ત્યારે અચાનક હુમલો થયો. આ ઘટના ગુરુવારે સવારની છે. પોલીસે આ કેસ અંગે માહિતી આપી છે. આ ઘટના સવારે ૦૭.૨૦ મિનિટની આસપાસ સર-એ-કોટલ વિસ્તારમાં બની હતી. જે કાબુલ જિલ્લા ૧૭ માં સ્થિત છે.

    Read About Weather here

    સૂત્રોનું કહેવું છે કે સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના કર્મચારીઓ બસમાં સવાર હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સોમવારે બપોરે બે મંત્રાલયોના કર્મચારીઓવાળી બસને નિશાન બનાવવામાં આવી હતી. જેમાં ચાર મહિલાઓ સહિત પાંચ નાગરિકો માર્યા ગયા હતા. આમાંની એક મહિલા ગર્ભવતી પણ હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અન્ય ૧૩ લોકો ઘાયલ થયા છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here