અજાણ્‍યા વાહન હડફેટે બાઇક સવારનું મૃત્‍યુ

 અજાણ્‍યા વાહન હડફેટે બાઇક સવારનું મૃત્‍યુ
 અજાણ્‍યા વાહન હડફેટે બાઇક સવારનું મૃત્‍યુ

 મેંદરડા તાલુકાના અમરાપુર ગામનો વતની અને ચોરવાડના ગડુમાં રહેતા મામા જયેશભાઈ જોરાની સાથે અભ્‍યાસ માટે રહેતો અજય ગોવિંદભાઈ વાઢેર ઉ. વ. ૧૪ નામનો સગીર ગડુમાં રહેતો મિત્ર વિશાલ અતુલભાઇ મકવાણાની સાથે તેની પાછળ તેના બાઈકમાં બુધવારે ગડુ ચોરવાડ રોડ પર ગયો હતો.

ત્‍યારે કાણેક ગામની ચોરવાડ હાઇવે રોડ વચ્‍ચે અજાણ્‍યા વાહનના ચાલકે બંને મિત્રોના બાઈકને હડફેટે લેતા બંને ફંગોળાઈ જતા ગંભીર ઈજા થતાં અજયને પ્રથમ વેરાવળ અને બાદમાં જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે અજયને અમળત જાહેર કર્યો હતો. જ્‍યારે તેના મિત્ર વિશાલને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્‍યો હતો.

આ અકસ્‍માત અંગે મળતક સગીરના પિતા ગોવિંદભાઈ લાખાભાઈ વાઢેર ફરિયાદ કરતા ચોરવાડના પીએસઆઇ કે. એમ. ગઢવીએ તપાસ આદરી હતી.