અક્ષયન બડે મિયાં પહેલા વીક એન્ડમાં 50 કરોડે માંડ પહોંચી

અક્ષયન બડે મિયાં પહેલા વીક એન્ડમાં 50 કરોડે માંડ પહોંચી
અક્ષયન બડે મિયાં પહેલા વીક એન્ડમાં 50 કરોડે માંડ પહોંચી

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પહેલા વીક એન્ડમાં ૫૦ કરોડના કલેક્શન પર પહોંચવામાં જ હાંફી ગઈ છે.  આ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પછી અક્ષયની વધુ એક મેગા ફલોપ પુરવાર થાય તેવી સંભાવના છે. તેના કારણે અક્ષયની કારકિર્દી પર પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. 

ઇદની રજાને ધ્યાનમાં રાખીને   ૨૫૦૦ સ્ક્રીન્સ પર આ ફિલ્મન રીલિઝ કરાઈ હતી. એક જમાનામાં અક્ષયની ફિલ્મ પહેલા જ દિવસે પચ્ચીસથી ૩૦ કરોડનું ઓપનિંગ લેતી હતી. તેને બદલે આ ફિલ્મને પહેલા દિવસે ૧૨થી ૧૫ કરોડની કમાણી પણ માંડ થઈ હતી. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર આ આંકડા પણ કોર્પોરેટ બૂકિંગના કારણએ હતા કારણ કે થિયેટર્સમાં ઓક્યુપેન્સી માંડ ૩૫થી ૫૦ ટકા જ હતી. તે પછી શનિ-રવિમાં પણ ફિલ્મની કમાણી ફિક્કી રહી છે. રવિવાર જેવા દિવસે પણ બપોરના શોમાં માંડ ૨૦ ટકા થિયેટર ભરાયું હતું. તે પરથી આ ફિલ્મ બહુ મોટું ડિઝાસ્ટર પૂરવાર થશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.  આ ફિલ્મની સૌથી વધુ કમાણી ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆરથી છે. પરંતુ મુંબઇ,કાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં આ ફિલ્મે પછાટ ખાધી છે. 

 પાછલાં બે-ત્રણ વર્ષમાં અક્ષયે ભાગ્યે જ કોઈ હિટ ફિલ્મ આપી છે. તેની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પણ  જંગી બજેટમાં બનેલી હતી અને માંડ બે-ચાર દિવસમાં ટિકિટબારી પર ફસડાઈ પડી હતી.