અક્ષયકુમારના પ્રોડક્શન હાઉસના નામે ઠગાઇનો પ્રયાસ કરનારની ધરપકડ

અક્ષયકુમારના પ્રોડક્શન હાઉસના નામે ઠગાઇનો પ્રયાસ કરનારની ધરપકડ
અક્ષયકુમારના પ્રોડક્શન હાઉસના નામે ઠગાઇનો પ્રયાસ કરનારની ધરપકડ

અત્રે અક્ષયકુમારના પ્રોડક્શન હાઉસના નામે એક ફેક કાસ્ટીંગ એજન્ટ એક એકટ્રેસને ફસાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એક્ટ્રેસની સાવચેતીથી મુલાકાત દરમિયાન ફેક કાસ્ટીંગ એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. ફિલ્મોમાં કામ અપાવવાના નામે હંમેશા સંઘર્ષ કરતાં અભિનેતા-અભિનેત્રીઓ સાથે છેતરપીંડી થતી રહે છે.

આવો જ એક બનાવ અક્ષયકુમારના પ્રોડક્શન હાઉસના નામે થયો છે. પોતાને અક્ષયકુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સનો કર્મચારી રોહન મેહરા બતાવીને પ્રિન્સકુમાર (ઉ.વ. 29) નામના શખ્સે છેતરપીંડી કરવાના ઇરાદે સોશ્યલ મીડિયા ઇમ્ફલુઅંસર પૂજા આનંદાનીનો સંપર્ક કર્યો હતો.

પોતાને કાસ્ટીંગ ડાયરેક્ટર તરીકે ઓળખાળ કહ્યું હતું કે નિર્ભયા કેસ પર ફિલ્મ બની રહી છે. તેણે આ મુદ્દે એક્ટ્રેસ પૂજા આનંદાનીને જુહુમાં મળવા બોલાવી હતી. જ્યાં એક ફોટોગ્રાફરે તેના ફોટા પણ લીધા હતા.

ત્યારબાદ બીજીવાર પૂજાને મળવા જેડબલ્યુ કેરિયેટ હોટેલમાં બોલાવી દરમ્યાન એક્ટ્રેસને કાસ્ટીંગ ડાયરેક્ટર ફેક હોવાની ગંધ આવી જતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે બાદમાં તેની ધરપકડ કરી હતી. તપાસમાં પણ એ બહાર આવ્યું હતું કે મહેરા અક્ષયકુમારની પ્રોડક્શન કંપનીના કર્મચારી નહોતો.