અકસ્‍માતમાં : બાઈકના બે કટકા

અકસ્‍માતમાં : બાઈકના બે કટકા
અકસ્‍માતમાં : બાઈકના બે કટકા

ભાલ પંથકના  ખેતાખાટલી ગામે રહેતો નિતીન પુનાભાઈ ઝાલા નામનો યુવાન બાઈક લઈને ખેતાખાટલી થી સનેસગામ તરફ જઈ રહ્યો હતો તે વેળાએ એક આઈસર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ચાલક રોડપર પટકાયો હતો, જયારે બાઈક આઈસર સાથે અથડાતા બાઈકના કાયદેસર બે ટુકડા થઈ ગયા હતા. આ અકસ્‍માતમા આઈસર ચાલકે પણ વાહન પરનો કાબૂ ગુમાવતા ટેમ્‍પો રોડ સાઈડમાં પલ્‍ટી ખાઈ ગયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્‍ત બાઈક ચાલકને તત્‍કાળ સારવાર અર્થે ૧૦૮ મારફતે સર ટી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો છે અને આ યુવાનની હાલત નાજુક હોવાનું જાણવા મળ્‍યું છે અકસ્‍માતને પગલે વેળાવદર ભાલ પોલીસ મથકનો કાફલો ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો અને તપાસ હાથ ધરી હતી.