PM મોદીનું ત્રિરંગા માટેનું સન્માન : સ્ટેજ પર નીચે પડેલ રાષ્ટ્રધ્વજ ઉપાડી હાથમાં રાખ્યો  

PM મોદીનું ત્રિરંગા માટેનું સન્માન : સ્ટેજ પર નીચે પડેલ રાષ્ટ્રધ્વજ ઉપાડી હાથમાં રાખ્યો  
PM મોદીનું ત્રિરંગા માટેનું સન્માન : સ્ટેજ પર નીચે પડેલ રાષ્ટ્રધ્વજ ઉપાડી હાથમાં રાખ્યો  
દક્ષિણ આફ્રિકામાં એક કાર્યક્રમમાં PM મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા ફોટોશુટ કરાવવા સ્ટેજ પર પહોંચ્યા હતા. આ દરમિયાન કોણ ક્યાં સ્થાન લેશે તે દર્શાવવા માટે દરેક નેતાઓની જગ્યા દેશના ધ્વજ સાથે ચિહ્નિત થયેલ હતી. જોકે PM મોદીએ સુનિશ્ચિત કર્યું કે, કોઈ ત્રિરંગા પર પગ ન મૂકે તેથી તેમણે તરત જ ત્રિરંગો ઉપાડી પોતાની પાસે રાખી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

PM મોદી હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. આ દરમિયાન ફરી એકવાર દેશપ્રેમ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, PM મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા જે જગ્યાએ ફોટો પડાવવાના હતા ત્યાં નાની સાઇઝના રાષ્ટ્રધ્વજ મૂકવામાં આવ્યા હતા. જોકે જેવા PM મોદી સ્ટેજ પર પહોંચ્યા કે તેમણે તરત જ નીચે પડેલ રાષ્ટ્રધ્વજ  ઉપાડી હાથમાં રાખ્યો હતો. જે બાદમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ પણ PM મોદીનું અનુકરણ કર્યું હતું. PM મોદીની સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા સહિત અન્ય બ્રિક્સ નેતાઓ તેમાં ભાગ લેવા માટે સેન્ડટન કન્વેન્શન સેન્ટર પહોંચ્યા છે. પૂર્ણ સત્ર પછી સાંસ્કૃતિક પ્રદર્શન અને રાષ્ટ્રપતિ રામાફોસા દ્વારા આયોજિત ગાલા ડિનર દ્વારા અનુસરવામાં આવશે. PM મોદી મંગળવારે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું.

Read About Weather here

PM મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત કરવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. બંને નેતાઓએ ચાલી રહેલી બ્રિક્સ સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ભારત-દક્ષિણ આફ્રિકા સંબંધોને વધુ ગાઢ બનાવવાના હેતુથી વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી. અમારી ચર્ચાઓમાં વ્યાપાર, સંરક્ષણ અને રોકાણ સંબંધો મુખ્ય રીતે જોવા મળ્યા. અમે ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું, એમ PM મોદીએ રામાફોસા સાથેની મુલાકાત બાદ ટ્વિટર પર પોસ્ટ કર્યું. PM મોદી 15મી BRICS સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં છે અને જોહાનિસબર્ગમાં ખુલ્લા અને બંધ પૂર્ણ સત્રમાં હાજરી આપવાના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here