GTUના સ્થાપના દિવસની ઉજવણી

GTUના સ્થાપના દિવસ
GTUના સ્થાપના દિવસ

GTUના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં જીટીયુના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરીને સહભાગી થયેલ છે

શિક્ષણ મંત્રી ચુડાસમા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા ડિજીટલ માધ્યમ થકી ઉપસ્થિત રહેશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ( GTU ) ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્ય અને દેશમાં ટેક્નિકલ શિક્ષણ બાબતે ગુજરાતનું નામ રોશન કર્યું છે. 14 વર્ષ પહેલાં વાવેલા આ ટેક્નિકલ બીજ આજે દેશ-વિદેશમાં ટેક્નોલોજીકલ ક્ષેત્રે વટવૃક્ષ બનીને પોતાના જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે. આગામી સોમવારના રોજ જીટીયુ તેના 14મા સ્થાપના દિવસની ઓનલાઈન ઉજવણી કરશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગેસ્ટ ઑફ ઓનર તરીકે રાજ્યસભાના સાંસદસભ્ય શ્રી રામભાઈ મોકરીયા ડિજીટલ માધ્યમ થકી હાજર રહેશે.

Subscribe Saurashtra Kranti here

આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં જીટીયુના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરીને સહભાગી થયેલ છે. જીટીયુ આ તમામ કોરોના વોરીયર્સને સન્માનીત કરતાં ગૌરવ અનુભવે છે. જીટીયુના કુલસચિવ ડો.કે.એન. ખેર , ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ આચાર્ય ડો. હિતેશ જાની અને ધ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના પ્રિન્સિપલ કાઉન્સેલર શ્રી એસ. કાર્તિકેયન ડિજીટલ માધ્યમ થકી ઉપસ્થિત રહેશે.

Read About Weather here

આ દિવસે જુદી-જુદી 3 કેટેગરીમાં 113 કોરોના વોરીયર્સને સન્માનિત કરવામાં આવશે. જેમાં ફ્રંન્ટ લાઈન વોરીયર્સની કેટેગરીમાં 24, સોશિયલ એન્ડ મેન્ટલ હેલ્થ વોરીયર્સની કેટેગરીમાં 26 અને એકેડમીક વોરીયર્સની કેટેગરીમાં 63 જીટીયુ કોરોના વોરીયર્સને સન્માનીત કરાશે. ડો. હિતેશ જાની દ્વારા કોરોના ક્યાં સુધી અને એસ. કાર્તિકેયન દ્વારા હેલ્થ એન્ડ વેલ બિઈંગ ઈન ગ્રીન બિલ્ડિંગ એન્ડ બિલ્ટ એન્વાયરમેન્ટ વિષય પર વ્યાખ્યાન પણ અપાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here