31 મે સુધીમાં મિલકત ધારકને 10 % વળતર

98
મિલકત-વેરા
મિલકત-વેરા

26મીથી એડવાન્સ મિલકત વેરો ચુકવવા પર વળતર યોજનાનો પ્રારંભ

Subscribe Saurashtra Kranti here

30 જૂન સુધીમાં મિલકત ધારકોને 5% અને મહિલા મિલકત ધારકોને 10% વળતર મળશે : 31 મે સુધીમાં મહિલા મિલકત ધારકોને 15 %, ઓનલાઇન મિલકત વેરો ભરનારને વિશેષ 1% વળતર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને 2021-22ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.6 એપ્રિલ, 2021થી લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કરેલ છે.

વિશેષમાં એક યાદીમાં જણાવે છે કે, સને 2021-22ના વર્ષમાં તા.31 મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 10% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના 5% વળતર એટલે કે 15% અને તા.30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 5% અને મહિલા મિલ્કત ધારકને 10% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ 1% વળતર આપવામાં આવશે.

વધુમાં જણાવતા કહયું કે, દર વરસે એડવાન્સ વેરા વળતર યોજના ખુબ જ લોકપ્રિય બની રહી છે. ખુબ મોટી સંખ્યામાં કરદાતાઓ આ યોજનાનો લાભ લ્યે છે. આ જ પ્રકારે આ વરસે પણ મહત્તમ સંખ્યામાં કરદાતાઓ એડવાન્સ મિલ્કત વેરો ભરપાઈ કરી વળતરનો લાભ પ્રાપ્ત કરે તેવી જાહેર અપીલ છે.

Read About Weather here

કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ 18 વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleદક્ષિણના સુપર સ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ
Next articleહોય નહીં.. મનપાની ટિપરવાન ચંદીગઢમાં?