22 હજાર બાંધકામ સાઇટ સુનકાર, 20 લાખ શ્રમિકોને અસર

સિમેન્ટ અને સ્ટીલના બેફામ ભાવ વધારા સામે વિરોધ, વડાપ્રધાનને રજૂઆત

રાજકોટ સહિત ગુજરાત અને દેશભરના બિલ્ડરોએ આજે એક દિવસીય હડતાલનો પ્રાંરભ કર્યો છે. સિમેન્ટ અને સ્ટીલના સતત આસમાને પહોંચતા ભાવ વધારાના વિરોધમાં બિલ્ડરોની રાષ્ટ્ર વ્યાપી ક્રેડાઇના એલાન અંતર્ગત આજે બિલ્ડર હડતાલ શરૂ થતા સતત ધમધમતી રહેતી બાંધકામ સાઇટ ઉપર સુનકાર છવાઇ જવા પામ્યો છે. આ હડતાલ એક દિવસની છે. એવું ક્રેડાઇએ જાહેર કર્યું છે. પરંંતુ તેની વ્યાજબી માંગણીનો ઉકેલ ન આવે તો ભવિષ્યમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી છે. ક્રેડાઇએ સિમેન્ટ કંપનીઓની કારટેલ અને સિમેન્ટ અને સ્ટીલ ઉદ્યોગ વચ્ચેની સાંઠ ગાઠ વિશે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી રજુઆત કરી હતી. દેશના વિકાસ માટે મોટી ભુમીકા ભજવતા નિર્માણ ઉદ્યોગને ભાવ વધારાને ભારે નુકશાન થયું છે. તેવી ક્રેડાઇએ રજુઆત કરીછે. અને દરમ્યાનગીરી કરવા વડાપ્રધાનને અનુરોધ કર્યો છેદેશભરમાં 22હજાર જેટલી બાંધકામ સાઇટો કામકાજ બંધ થયું છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 20 લાખથી વધુ શ્રમીકોને અસર થઇ છે. રાજકોટમાં હડતાલને કારણે 700થી વધુ બાંધકામ સાઇટ બંધ થઇ છે.

હાલમાં સીમેન્ટ અને સ્ટીલની ઉત્પાદક કંપનીઓએ ગેરકાયદેસર રીતે કોર્ટેલ કરીને કોઇપણ કારણ વગર તદન ગેરવ્યાજબી રીતે અસહય ભાવ વધારો તથા સ્ટીલ, સીમેન્ટ બ્લોક, પેવર્સ, ઇંટો, સેનેટરી આઇટમના ભાવો ઘણા જ પ્રમાણમાં વધી ગયેલ છે. જેનાથી બાંધકામની પડતર કિંમત વધેલ હોવાથી સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાયકારો દ્વારા તેનો સખત વિરોધ થઇ રહેલ છે અને આ ભાવ વધારાને કારણે મકાનની વેંચાણ કિંમતમાં 15 ટકાથી 20 ટકાનો ભાવ વધારો અમલમાં લાવવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે.

આજે રાજ્યભરમાં સ્થાનીક બિલ્ડર એશો.દ્વારા બપોરે જીલ્લા કલેકટરોને આવેદન પત્ર આપવામાં આવ્યા અને ભાવ વધારા સામે જોરદાર વિરોધ નોંધવામાં આવ્યો હતો.