2008 સિરિયલ બ્લાસ્ટ મામલે સલમાનની ધરપકડ…

salman-arrested-crime branch-સિરિયલ
salman-arrested-crime branch-સિરિયલ

Subscribe Saurashtra Kranti here

અલગ અલગ વિસ્તારમાં ૨૧ જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા

૨૬ જુલાઈ ૨૦૦૮ નાં રોજ અમદાવાદ શહેરમાં એક બાદ એક સાંજના સમયે અલગ અલગ વિસ્તારમાં ૨૧ જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાએ શહેરને રક્ત રંજીત કરી નાંખ્યુ હતુ. જેમાં ૫૬ લોકોના મોત અને ૨૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સલમાનની મહત્વની ભૂમિકા હતી. ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી સલમાનની જયપુરથી ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે. હાલ તેને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બ્લાસ્ટ મામલે પૂછપરછ શરૂ કરાઈ છે. સલમાને બ્લાસ્ટ કેસમાં સમગ્ર ષડયંત્ર આયોજન કર્યું હતું.સલમાને દાણીલીમડાથી બોમ્બ મેળવ્યો અને રાયપુર ખાડિયામાં મૂક્યો હતો.

Read About Weather here

સલમાન અમદાવાદના બ્લાસ્ટ જ નહીં પરંતુ જયપુર બ્લાસ્ટ કેસનો પણ આરોપી છે. આતંકી સલમાને બ્લાસ્ટ માટે સૌથી પહેલા દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો હતો. ત્યારબાદ તે રાયપુર ખાડિયા બૉમ્બ મૂકવા ગયો હતો. અમદાવાદ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં સલમાનની મહત્વની ભૂમિકા હતી. બોમ્બ ક્યારે મૂકવો, કયા સમયે મૂકવો, કઈ જગ્યાએ મૂકવો અને બોમ્બ કેટલી તીવ્રતાથી ફૂટશે અને તેની કેટલી અસર થશે તેની તમામ માહિતી સલમાન પાસે હતી. સલમાન ઉત્તરપ્રદેશના આઝમગઢના સાંઝાપુરનો રહેવાસી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here