16 જાન્યુઆરી સુધી 2 ટ્રેન અને 8 આંશિક ટ્રેન રદ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
16 જાન્યુઆરી સુધી રેલવે વ્યવહાર ખોરવાશે, જેને કારણે 2 ટ્રેન રદ કરાઇ છે, અમુક મોડી પડશે. જ્યારે અમુક આંશિક રદ કરાઇ છે. વડોદરા-જામનગર ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી અને જામનગર-વડોદરા ઈન્ટરસિટી 6થી 16 જાન્યુઆરી સુધી રદ કરાઈ છે, જ્યારે 8 આંશિક રદ કરી છે અને 7 ટ્રેન માર્ગમાં 20 મિનિટ સુધી મોડી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, જે 7 ટ્રેન મોડી થવાની છે તેમાં 5 અને 12 જાન્યુઆરીએ ઓખા-વારાણસી એક્સપ્રેસ ઓખાથી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 14.05 કલાકને બદલે 16.35 કલાકે ઉપડશે, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને હાપા-મડગાંવ એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને જામનગર- તિરુનેલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.

Visit Saurashtra Kranti Homepage here

ભાવનગર-ઓખા એક્સપ્રેસ 4થી 14 જાન્યુઆરી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી જશે. સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.,ઓખા-ભાવનગર 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી ભાવનગર જશે. ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.,મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ 4થી 14 જાન્યુઆરી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર જશે. સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.,હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ જશે. હાપા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે.,અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી જશે, સુરેન્દ્રનગર-વેરાવળ રદ રહેશે.,વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી અમદાવાદ જશે. વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.,બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 5, 7, 9, 12 અને 14 જાન્યુઆરી બાંદ્રાથી સુરેન્દ્રનગર જશે. સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રદ રહેશ,જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 6, 8, 10, 13 અને 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી બાંદ્રા જશે. જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here