હાઈકોર્ટે પતિને નોટીસ આપી કડક ભાષામાં પૂછ્યું ’કેમ પત્નીને છૂટાછેડા નથી આપતા’ (16)

HIGHCOURT-GUJARAT-DIVORCE-CASE
HIGHCOURT-GUJARAT-DIVORCE-CASE

Subscribe Saurashtra Kranti here.

પતિએ નવેમ્બર ૨૦૨૦માં હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

ગુજરાત હાઈકોર્ટે એક વ્યક્તિને નોટિસ જાહેર કરતા પૂછ્યું કે ક્યા કારણોસર તેમણે હજુ સુધી પત્ની સાથે છૂટાછેડા લેવાની અરજી દાખલ નથી કરી. જે અંગે તેમણે કોર્ટ અને તેમની પત્ની બંનેને વાયદો કર્યો હતો. પત્નીએ હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે પતિને નોટિસ આપતા કારણ જણાવવા કહૃાું હતું. પત્નીએ પોતાની અરજીમાં કોર્ટને કહૃાું હતું કે તેના પતિને ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરવા માટે આદેશ આપવામાં આવે અને કોર્ટની અવમાનના માટે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પત્નીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કોર્ટે ૩ મહિના પહેલા તેને નિર્દેશ આપ્યા હતા છતા છૂટાછેડાની અપીલ ફાઇલ કરવામાં તેનો પતિ જાણીજોઈને મોડું કરી રહૃાો છે અને કોર્ટના આદેશને અવગણી રહૃાો છે.

આ કિસ્સામાં કાયદાકીય કાર્યવાહી ત્યારે શરું થઈ જ્યારે લગ્નના ૩ જ વર્ષમાં ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન કપલ વચ્ચે વિવાદ વધતા સીએનો અભ્યાસ કરી રહેલી યુવતી તેના માતા-પિતાના ઘરે પરત ફરી ગઈ હતી. ત્યાર બાદ તેણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ અપહરણ સહિતના અનેક આરોપો સાથે ફરિયાદ દાખલ કરી હતી.

Read About Weather here

જે બાદ પતિએ નવેમ્બર ૨૦૨૦માં હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો જણાવ્યું હતું કે તેની પત્નીના માતા-પિતાએ તેને બળજબરીથી પોતાના ઘરમાં પકડી રાખી છે અને તેના વિરુદ્ધ ખોટી ફરિયાદો દાખલ કરાવી છે. જોકે કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પતિ અને પત્ની બંનેને સાંભળ્યા હતા અને એવા નિષ્કર્ષ પર પહોંચી હતી કે તેમના સંબંધો એટલી હદે વણસી ગયા છે કે હવે તેમાં કોઈ જોડાણ થઈ શકે નહીં. જે બાદ કોર્ટે મહિલાને સમજાવી હતી કે પોતાના પતિ વિરુદ્ધ કોઈ ફરિયાદ ન કરે અને પતિને સમજાવ્યો હતો કે કપલ સહમતીથી છૂટાછેડાની અપીલ કરે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here