Subscribe Saurashtra Kranti here.
મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર કરેલ આક્રમણ અને લૂંટને બિરદાવી રહૃાો છે
ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર મહાદેવના મંદિર પાસે ઊભા રહીને મોહમ્મદ ગઝનીનાં વખાણ કરતા એક સંદિગ્ધ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો બનાવનાર શખ્સ આખરે પોલીસ પકડમાં આવ્યો છે. વિશ્ર્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર વિશે વાયરલ થયેલા વીડિયો બનાવનાર શખ્સની હરિયાણાના પાણીપત નજીકથી ધરપકડ કરવામાં આવી છે.
આ યુવાનનું નામ ઈર્ષાદ રસીદ હોવાનું તેમજ તેની જમાતે આદિલા હિન્દ નામથી યુટ્યુબ ચેનલ હોવાનો ખુલાસો થયો હતો. વાયરલ વીડિયોમાં આ સંદિગ્ધ શખ્સ હિંદૃુઓની લાગણી ભડકાવી રહૃાો હતો. મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર કરેલ આક્રમણ અને લૂંટને બિરદાવી રહૃાો છે અને આ વીડિયો વાયરલ થતાં લોકોએ માંગ કરી છે કે આ ધર્માંધ યુવાનને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. આ મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયિંસહ ચાવડાએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. તેથી પોલીસની ખાસ ટીમ યુવકને પકડવા પાણીપત પહોંચી હતી. હરિયાણાના પાણીપત નજીક આ શખ્સનું લોકેશન મળ્યું હતું.
Read About Weather here
મહંમદ ગઝનીના સોમનાથની લૂંટના પરાક્રમને આ શખ્સે વાયરલ વીડિયોમાં વખાણ્યું હતુ. સોમનાથ ટ્રસ્ટની લેખિત ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે જેટ ગતિએ તપાસ શરૂ કરી હતી. ત્યારે ગીર સોમનાથ પોલીસને આખરે પાણીપતમાં પહોંચીને સફળતા હાથ લાગી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here