સુરત, વડોદરા, નસવાડીમાં શ્રાવણના છેલ્લા દિવસે ભારે વરસાદ

સુરત, વડોદરા, નસવાડીમાં શ્રાવણના છેલ્લા દિવસે ભારે વરસાદ
સુરત, વડોદરા, નસવાડીમાં શ્રાવણના છેલ્લા દિવસે ભારે વરસાદ

નસવાડી, છોટાઉદેપુર વગેરે તાલુકાઓમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર: દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સવારથી મેઘ મહેરનો પ્રારંભ

શ્રાવણ મહિનાના આજે આખરી દિવસે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના સંખ્યાબંધ વિસ્તારો પર કૃપા વરસાવી હતી. સુરત, વડોદરા, નસવાડી, છોટાઉદેપુર, કપડવંજ વગેરે વિસ્તારોમાં મુસળધાર વરસાદ શરૂ થઇ જતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વડોદરાની આસપાસ તથા નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. જેનાં કારણે ચારેતરફ પાણી ભરાઇ ગયા હતા. કપડવંજ તાલુકામાં પણ ભારે વરસાદ શરૂ થયાના વાવડ મળી રહયા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

સુરતમાં આજે સવારથી શ્રાવણનાં છેલ્લા દિવસે મેઘરાજાએ આગમન કર્યુ હતું અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અનેક રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉધના વિસ્તારમાં ભારે પાણી ભરાય જતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઇ હતી. અંડરબ્રિજમાં પણ પાણી ભરાય ગયા હતા.

Read About Weather here

દક્ષિણ ગુજરાતમાં અન્યત્ર પણ ગાજવિજ સાથે ભારે વરસાદ તુટી પડયા હોવાનો અહેવાલ છે. લાંબા સમયનાં વિરામ બાદ અચાનક વરસાદ શરૂ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. સૌરાષ્ટ્રમાં આગામી બે-ત્રણ દિવસમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ સહિતનાં વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું પણ વરસાદની આશા ફળીભુત થઇ નથી. લોકો કાગના ડોળે વરસાદની રાહ જોઇ રહયા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર ચાલુ થતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here