સુરત: મેયરના વોર્ડમાં જ લાગ્યા ભાજપ વિરોધી બેનર ?

સુરત: મેયરના વોર્ડમાં જ લાગ્યા ભાજપ વિરોધી બેનર
સુરત: મેયરના વોર્ડમાં જ લાગ્યા ભાજપ વિરોધી બેનર

મેયર હેમાલી બોઘાવાલાના વોર્ડમાં જ લોકોએ ભાજપ પક્ષની કામગીરીને લઇને પોતાની વ્યથા બેનર થકી દર્શાવી છે. અડાજણ વિસ્તારની હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરમાં ભાજપને વોટ આપીને ભૂલ કરી હોવાનાં લખાણો લખ્યાં છે. 25 વર્ષથી ભાજપને સત્તા પર આરૂઢ કરવામાં હિમગિરિ સોસાયટીના લોકોએ યોગદાન આપ્યું છે.

Subscribe Saurashtra Kranti here

વોટ સમયે ભાજપના નેતાઓ વારંવાર તેમની સોસાયટીમાં આવીને ભાજ૫ તરફી વોટ કરવા માટે સમજાવે છે અને વચન આપે છે. તેમના શાસનમાં વિકાસકામોને લઈને કોઈપણ પ્રકારની કસર રહેશે નહીં, પરંતુ આજે સ્થાનિક હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરો લગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

સોસાયટીના રસ્તાઓનું કામ થયું નથી હિમગિરિ સોસાયટીના લોકો બેનરમાં લખ્યું છે કે 25 વર્ષથી અમારી સોસાયટીના રસ્તાઓનું કામ થયું નથી. વારંવાર સોસાયટીના પ્રમુખ બદલાતા રહે છે. તેમના દ્વારા છેલ્લાં 15 વર્ષથી દરેક પ્રમુખ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને રસ્તા બાબતે ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પંદર વર્ષ સુધી એકપણ નેતાએ અધિકારીઓ સાથે મળીને આ વિસ્તારનું કામ પૂર્ણ કર્યું નથી.

Read About Weather here

બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાજ૫ના નેતાઓએ અમારી પાસે વોટની ભીખ માગવા આવવું નહીં, જે તેમના માટે ખરેખર શરમજનક બાબત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here