સુરતમાં દર વર્ષે 10 લાખ સ્ટેન્ટ બને છે, 60 દેશમાં 5 લાખ નિકાસ થાય છે

સુરત
સુરત

Subscribe Saurashtra Kranti here

સુરતની એક કંપની તો દર મહિને 40 હજારથી વધારે સ્ટેન્ટ બનાવે છે

હૃદયના બ્લોકેજની સર્જરીમાં ઉપયોગમાં લેવામાં આવતા સ્ટેન્ટ બનાવતી કંપનીઓ સુરતમાં વધી રહી છે, 5 વર્ષમાં 5 કંપનીઓની સ્થાપના થઈ ગઈ છે. ગુજરાતમાં સૌથી વધારે સ્ટેન્ટ બનાવતી કંપનીઓ સુરતમાં છે. અમદાવાદમાં પણ માત્ર 2 જ કંપનીઓ છે. સૂરતની સૌથી મોટી કંપની મહિનામાં 40 હજારથી વધારે સ્ટેન્ટ બનાવે છે જેમાંથી 70 ટકા સ્ટેન્ટ એક્સપોર્ટ કરે છે. સૂરતમાં દર વર્ષે 10 લાખ જેટલા સ્ટેન્ટ બને છે જેમાંથી અમેરિકા, યુરોપ સહિત 60 જેટલાં દેશમાં 5 લાખ જેટલા સ્ટેન્ટને એક્સપોર્ટ કરવામાં આવે છે. વર્ષ 2003 પછી જ્યારે હૃદયના બ્લોકેજ માટે દવાવાળા સ્ટેન્ટની શરૂઆત ત્યારે પોલીમર ઓગળી જતું ન હતું.

જેથી પેશન્ટને રિએક્શન આવતા હતાં. સૂરતની કંપનીએ વિશ્વમાં સૌ-પ્રથમ બાયોડિગ્રેડેબલ સ્ટેન્ટ બનાવ્યુ હતું. તેમાં દવાની સાથે પોલીમર પણ ઓગળી જતું હતું. આજે દુનિયામાં આ ટેક્નોલોજીને એડોપ્ટ કરી છે.

Read About Weather here

અત્યારે ઓરિજીનલી 100 માઈક્રોન જેટલી આવતી હતી. તે ઘટીને ઈન્ટરનેશનલ 81 માઈક્રોનના સ્ટેન્ટ બનાવ્યા ત્યારે સૂરતની કંપનીએ 60 માઈક્રોનના સ્ટેન્ટ વિશ્વમાં પહેલી વખત બનાવ્યા. થિકનેસ એકદમ પાતળી છે. હાલ આખી દુનિયામાં આ સ્ટેન્ટનો ઉપયોગ કરાય છે. સૂરતની એક કંપની તો દર મહિને 40 હજારથી વધારે સ્ટેન્ટ બનાવે છે. જેમાંથી 70 ટકા વિશ્વના વિવિધ દેશોને એક્સપોર્ટ કરે છે. 30 ટકા ભારતમાં સેલ કરે છે. વિશ્વના સ્ટેન્ટની ડિમાન્ડ વધી રહી હોવાથી હવે સૂરતની કંપનીઓની વિદેશોમાં પણ ઓફિસ બની ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here